Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકોનેકન્સ્ટ્રકશનની તાલીમ વિનામૂલ્યે લેવા અનુરોધ

બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકોનેકન્સ્ટ્રકશનની તાલીમ વિનામૂલ્યે લેવા અનુરોધ

દાહોદ રહેતા બાંધકામ શ્રમિકના બાળકો માટે વિનામૂલ્યે તાલીમ થનાર છે. આ તાલીમ માં જોડાવવા માંગતા ઉમેદવારોની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોવી જોઈએ, અભ્યાસ ધોરણ-૬ પાસ થી ધોરણ- ૧૨ પાસ હોવા જોઈએ, શારીરિક રીતે તેમની ઉંચાઇ ૧૫૫ સે.મી. અને વજન ૪૫ કિલો હોવું જોઈએ. આ તાલીમમાં પાલક/સ્ક્રેફોલડીંગ-(૧ માસની તાલીમ), શટરીંગ-ફ્રોમ વર્ક-(ર માસની તાલીમ),સેન્ટીંગ-(ર માસની તાલીમ), કડીયાકામ/ ચણતર- પ્લાસ્ટર- (ર માસની તાલીમ), આમ આ ચાર પ્રકારના કોર્ષની તાલીમ એલ એન્ડ ટી કન્સ્ટ્રકશન સ્કીલ ઇન્સ્ટીટયુટ ચાચાર્વાડી માતા બસ સ્ટોપ પાસે,બાવળા સરખેજ હાઇવે જી.અમદાવાદ ખાતે થનાર છે.
આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનારને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા માસિક ૬૫૦ રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તેમજ બુલેટ ટ્રેન પ્રોજેકટની કન્સ્ટ્રક્શન સાઈટ પર બે વર્ષની એપ્રેન્ટીસીપ યોજનામાં જોડાઈ શકશે. અમદાવાદ ખાતે ૧ થી ૨ માસની તાલીમમાં તાલીમાર્થી ને રહેવા અને જમવાની તમામ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ તાલીમમાં જોડાવવા માટે રોજગાર કચેરી ગોધરાના ફેસબુક પેજ jilla rojgar kacheri Dahod પર સંપર્ક કરવો તથા રોજગાર કચેરીની હેલ્પલાઇન ૦૨૬૭૩-૨૩૯૧૫૯ તથા રોજગાર સેતુ હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારી દાહોદ દ્રારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

 પાટણમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા યુવાનની બેગ ડેરી માલિક ને મળતા પરત કરી…

Karnavati 24 News

ચેરમેન ઉપર કોંગ્રેસના કિરીટ પટેલ તેમજ દશરથ પટેલ દ્વારા ભરતી કૌભાંડ સહિત ગાંધીનગરમાં પ્લોટ અને ૮ કરોડ જેટલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં દિલીપ સંઘાણીએ સાબરકાંઠામાં આપ્યું નિવેદન

Karnavati 24 News

ટંકારાના ખીજડીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત, પરિવારમાં શોક ફેલાયો

Karnavati 24 News

ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 400 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

Karnavati 24 News

પાટણ માં રાજપૂત સમાજના આગેવાને અનાથ આશ્રમના બાળકો વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી

Admin

શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધે છે, જાણો તેની પાછળના સૌથી મોટા કારણો અને ઉપાયો

Admin