Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ:નર્મદા ચોકડી ખાતેથી વેપારીને બંધ ક બનાવી જાનથી મારી નાંખવાની ધમકી સાથે હવામાં ફાયરિંગ કરી ૧૫ લાખની લૂંટ ને અંજામ આપી ગેંગ ફરાર થતા ચકચાર

ભરૂચ:નર્મદા ચોકડી થી વેપારીનું અપહરણ કરી ૧૫ લાખ ઉપરાંત ની લૂંટ ને અંજામ અપાયો, હવામાં ફાયરીંગ કરી લૂંટારું બોલ્યો જોયું કેવો ધમાકો થાય છે..!!

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભરૂચ ના ભોલાવ વિસ્તારમાં આવેલ સ્નેહદીપ સોસાયટીના રહીશ અને હાલ મુંબઈ ના બોરીવલી અનુરાધા એપાર્ટમેન્ટમાં રહેતા અપુર્વ ભાઈ ભરત ભાઈ શાહ ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં અને સુરત ખાતે મહાવીર મિનરલ્સ નામની ફેક્ટરી ધરાવે છે,સાથે તેઓ ફોસ્ફો જીપ્સમ અને મરીન જીપ્સમ બનાવી તેનો વેપાર કરે છે,ધંધાકીય વ્યવહાર મા દલાલ તરીકે સંપર્ક માં આવેલ ભીમસિંગ ઉર્ફે ભીમો નામક વ્યક્તિ વેપારી અપૂર્વ ને અવારનવાર કોલ કરી જીપ્સમ આપવાની વાતો કરતો હતો,ગત તારીખ ૧૩/૦૪/૨૦૨૨ ના રોજ ભીમા ની વાતો માં આવી જઈ અપૂર્વા મુંબઈ થી નીકળી ભરૂચ આવ્યો હતો, જ્યાં વડોદરા જવા માટે ભીમા અને તેનો સાગરિત ઉભો હતો,અપૂર્વા ની ક્રેતા કાર માં ભીમા અને તેનો સાગરિત નર્મદા ચોકડી થી બેસી ગયા હતા અને વડોદરા જીપ્સમ જોવા માટે જઈ રહ્યા હતા, વડોદરા તાલુકાના કરજણ ટોલ ટેક્સ નજીક અપુર્વ બાથરૂમ કરવા ઉતર્યો હતો જે બાદ તેઓ પરત આવતા ભીમા એ અપુર્વ પાસે ગાડી ચલાવવા માંગી હતી જે બાદ અપુર્વ ભીમા ની બાજુ ની શીટ પર બેસી જઈ ગાડી પોર હાઇવે રોડ પર પહોંચી હતી જે દરમિયાન ભીમા એ ગાડી ધીમી પાડતા તેઓની આગળ ના ભાગે એક ઇનોવા કાર ઉભી થઈ ગઈ હતી જેમાં થી ચાર પૈકી બે ઈસમો અપુર્વ ની ગાડી પાસે આવી ઉભા થઇ ગયા હતા તેમજ અપુર્વ શાહ ની કારને પોર નજીક ના જંગલ ઝાડી વારા વિસ્તારમાં લઈ જઈ તેને માર મારી કાર માં બેસેલ ભીમા ના અન્ય સાગરીતે અપુર્વ ને પેટ ના ભાગે બંદૂક તાકી દઈ સાથે જ હવામાં ફાયરીંગ કરી જોયું કેવો ધમાકો થાય છે તેમ જણાવી અપુર્વને અને તેના પરિવાર ને જાન થી મારી નાંખવાની ધમકીઓ આપી હતી,

લૂંટારું ગેંગ ના ટોર્ચર વચ્ચે વેપારી અપુર્વ શાહ પાસેથી ગેંગ ના સાગરિતોએ રોકડ રકમ સહિત તેણે પહેરેલ સોનાની ચેઇન,ડાયમંડ વાળી અંગુથી સહીત ની વસ્તુઓ ની લૂંટ કરી અપુર્વ ને બંધક બનાવી રાખી ભીમા અને તેના સાગરિતો એ કાર માંજ દારૂ અને સિગારેટ પી અપુર્વ ઉપર ટોર્ચર શરૂ કરી ભરૂચ તેમજ પાનોલી સહિત તેના મિત્રોને ફોન કોલ કરાવી તેને રૂપિયા ની જરૂર છે તેમ જણાવી પાંચ લાખ તેમજ સાત લાખ જેવી રકમો લેવા માટે વેપારીઓ પાસે ભીમા એ તેના સાગરીતો ને મોકલ્યા હતા જે બાદ રાત્રીના સમયે ભીમા સહિત ગેંગ ના માણસો એ અપુર્વ ને કપડા વડે બાંધી દઈ કુલ,૧૫ લાખ ૪૮ હજાર ની મત્તા બંદૂક ની અણીએ મોબાઈલ ફોન લઈ પરિવાર ના સભ્યો ના ફોટો બતાડી અને પોલીસ ફરિયાદ કરી તો તમામ ને મારી નાંખીશું તેવી ધાક ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા,

કાર માં જ કપડા વડે બંધક બનેલ અપુર્વ શાહ અર્ધા કલાક ની મહામહેનતે કપડુ તેના શરીર પરથી કાઢી ને છૂટ્યો હતો અને બાદ માં રાત્રીના સમયે તેના આવી આખી રાત ભયના ઓઠા હેઠળ રહી સવારે તેના પરિવારના સભ્યો ને મુંબઈ ખાતે જાણ કરતા તેઓના પિતા ભરૂચ ખાતે આવતા તેઓને ઘટના અંગે માહિતગાર કર્યા બાદ સગા સંબંધીઓ એ હિંમત આપતા આખરે મામલે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અપુર્વ શાહ ની ફરિયાદ લઈ ભીમસિંગ ઉર્ફે ભીમા સહિત તેના સાગરિતો વિરૂદ્ધ લૂંટ, અપહરણ,ખંડણી જેવી બાબતો અંગેની નોંધ લઈ ફરિયાદ દાખક કરી ફરાર થયેલ લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે,

संबंधित पोस्ट

દામનગર ના શાખપુર કુમાર શાળા માં સહ શેક્ષણિક અંતર્ગત બ્લડ ચકાસણી કેમ્પ યોજાયો

Admin

 કાનાલુસ ગામે પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Karnavati 24 News

ગારીયાધાર ના ધારાસભ્ય સાથે ભાજપ સંગઠનને ગારીયાધાર ના વિવિધ વિસ્તારમાં બાઇકરેલી યોજી

Admin

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે અમદાવાદ થી નીકળેલઈ ભાજપ બાઈક રેલી નું સુરત ખાતે સમાપન

Karnavati 24 News