Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દક્ષિણ ગુજરાત ના અનેક શહેરોના વાતાવરણમાં પલ્ટો, ભરૂચ ના નેત્રંગ માં વરસાદી માવઠું આવતા ખેડૂતો ચિંતાતુર..!

દક્ષિણ ગુજરાતના અનેક શહેરો માં વાતાવરણમાં પલ્ટો,ભરૂચના નેત્રંગ માં વરસ્યું વરસાદી માવઠું…!!

આજે વહેલી સવાર થી રાજ્ય ના વિવિધ જિલ્લા ઓના વાતાવરણમાં પલ્ટો આવ્યો હોય તેમ જોવા મળ્યું હતું,દક્ષિણ ગુજરાત માં પણ ભરૂચ,સુરત ગ્રામ્ય ,નવસારી સહિત ના આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું,તેમજ વહેલી સવારે ભરૂચ શહેર માં વાદળો ની ગર્જના સાથે થયેલા વીજળી ના ચમકારાએ શહેર વાસીઓને ચોમાસાના દર્શન કરાવ્યા હતા, ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો ની ફોઝ વચ્ચે એક સમયે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી,

તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો માં ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો.જેમાં કેરી.લીંબુ.જીરું સહિત ના પાક ને નુક્શાનીની ભીંતી ખેડૂતોને સતાવવા લાગી હતી, ભરૂચ જિલ્લા નો અંતરિયાળ એવો નેત્રંગ તાલુકામાં મોટા ભાગે લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવામાં આજે અચાનક વરસેલા માવઠા થી તેઓના પાક ને નુકશાની થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે,જોકે વધુ સમય સુધી માવઠું ન રહેતા ખેડૂતોએ રાહત પણ અનુભવી હતી..!

संबंधित पोस्ट

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો શપથગ્રહણ સમારોહ યોજાયો

Gujarat Desk

વડોદરાની એક એવી દુકાન, જેમાંથી થતો નફો સમાજસેવા માટે ગાંધીજીને મોકલાતો હતો

Gujarat Desk

અંકલેશ્વરમાં ઔધોગિક વસાહતમાં આવેલ ગ્લિન્ડા કેમિકલમાં આગની બનાવ

Gujarat Desk

ડિજિટલ ઇન્ડિયા કોમન સર્વિસ સેંટર, ડિજિટલ  જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કલેક્ટર શ્રીના હસ્તે મોબાઈલ વાનનું ફ્લેગ ઑફ કરવામાં આવ્યું

Gujarat Desk

અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન વિરુદ્ધ મોટી કાર્યવાહી; જુહાપુરા વિસ્તારમાં ઘરને તોડી પાડવામાં આવ્યું 

Gujarat Desk

ઊના શહેરમાં મુશ્કિલ-કુશા ફિ મેડીકલ કેમ્પ યોજાયો . . .

Admin
Translate »