Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

એક જ મહિનામાં 5 થી 7 કિલો વજન ઓછુ કરવા જલદી ફોલો કરો આ Diet Chart

આજકાલ વજન ઉતારવા માટે લોકો અનેક ઘણી મહેનત કરતા હોય છે, તેમ છતાં એમને જોઇએ એ પરિણામ મળતુ નથી. જો કે વજન ઉતારવા માટે લોકો જીમમાં જાય છે તેમજ ઘરે એક્સેસાઇઝ કરીને પોતાનું વજન ઉતારતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે એક્સેસાઇઝની સાથે-સાથે તમારો ડાયટ પ્લાન પણ બરાબર હોવો જોઇએ. તો વજન ઉતારવા માટે તમે પણ ફોલો કરો આ ડાયટ પ્લાન…

સવારમાં એક ગ્લાસ પાણી પીવો

સવારમાં હુંફાળા પાણીમાં તમે લીંબુનો રસ નીચોવીને પી લો. આ પાણી પીવાથી તમારી ચરબી ઓગળવા લાગે છે. આ સાથે જ તમારી ઇમ્યુનિટી પણ વધશે.

પ્રોટીન યુક્ત નાસ્ત કરો

નાસ્તામાં ગમે તે નહિં પરંતુ પ્રોટીન યુક્ત નાસ્તો કરવાની આદત પાડો. આમાં તમે રાજમા, ચણા, બીન્સની સાથે અંકુરિત સલાડ પણ ખાઇ શકો છો. આનાથી તમારા ખાવાની ક્રેવિંગ કંટ્રોલમાં રહેશે.

આ વસ્તુઓ ખાઓ લંચમાં

વજન ઉતારવા માટે તમે લંચમાં માત્ર એક વાટકી દાળ, 2 રોટલી અને ગ્રીન સલાડ ખાઓ.

સાંજની ચા

ઘણાં લોકોને સાંજની ચા પીવાની આદત હોય છે. એવામાં તમે ચા પીવાના શોખીન છો તો ચાની સાથે બે કુકીઝ ખાઇ લો. કુકીઝમાં ખાંડનું પ્રમાણ ઓછુ હોવું જોઇએ. આનાથી તમારું પેટ ભરાઇ જશે અને તમને ભૂખ પણ નહિં લાગે.

સાંજનો નાસ્તો

સાંજના નાસ્તામાં તમે મેકરોની, પાસ્તા, સેન્ડવીચ જેવી વસ્તુઓ ખાઇ શકો છો. પરંતુ આ તમારે વધારે પ્રમાણમાં ખાવાનું નથી. આમાં ઓઇલી અને મસાલાનું પ્રમાણ વધારે ના હોવું જોઇએ.

ડિનર માટે

તમે ડિનરમાં રોટલીને સ્કિપ કરી દો. ડિનરમાં તમારે એક જ જગ્યાએ બેસીને 1 કપ ભાત અને દહીં ખાવાનું રહેશે. જો તમે ઇચ્છો તો રાયતુ પણ ખાઇ શકો છો. આ ડિનર તમારા શરીરમાં પ્રોબાયોટિક જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. આ સાથે જ પેટમાં ઠંડક પણ થાય છે.

संबंधित पोस्ट

રાત્રે સુતા પહેલા તમે પણ પાણી પીતા હોય તો આ વાત ખાસ જાણી લો, નહીં તો…

Karnavati 24 News

આ મસાલેદાર અથાણું કારેલા અથાણાની રેસીપી: ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનું અથાણું બનાવો

Karnavati 24 News

बादाम हैं फायदेमंद सूखे मेवे : भीगे-सूखे-भुने-छिले या छिलके सहित खाने से वजन से लेकर पाचन तक की समस्या दूर हो जाएगी।

Admin

લગ્ન કે કોઇ ફંક્શનમાં હોટ દેખાવું હોય તો ટ્રાય કરો આ બ્લાઉઝ, સાડી હેવી લાગશે

Karnavati 24 News

ઈમોશનલ પાર્ટનર સાથે આવો વ્યવહાર કરો, પ્રેમ પણ વધશે અને વિશ્વાસ પણ વધશે

Karnavati 24 News

સતત લેપટોપ સામે બેસીને ડોક અને પીઠ રમણ ભમણ થાય છે? તો અપનાવો આ ઉપાય…

Karnavati 24 News
Translate »