ફતેપુરા તાલુકાના પટાંગણમાં આજરોજ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકરના ફોટા ને ફૂલહાર કરી પુષ્પાંજલિ આપી પ્રાથમિક શાળાના માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તેમજ તલાટી કમ મંત્રીશ્રી આરોગ્ય કર્મચારી કે જેઓ ની ભરતી 2004 પછી કરવામાં આવેલ છે તે તમામ કર્મચારી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી હઃથમાં વિવિધ પ્લેકાર્ડ રાખી બાઇક રેલી કાઢી નગર માંથી પસાર થઈ સુખસર મુકામે પહોંચી ગુજરાત વિધાનસભાના દંડક ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ને આવેદનપત્ર સુપરત કર્યું હતું જૂની પેન્શન ફરીથી શરૂ કરવા બાબત ફતેપુરાપ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગૌરવભાઈ પલાસ અને મંત્રી રમણભાઈ પટેલ તેમજ વક્તા દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા તથા વિવિધ પ્રશ્નો સંદર્ભે આપેલ આવેદનપત્રો ફિક્સ પગારનો કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી શિક્ષક પગારની પ્રથા કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ 10: 20 અને30 વર્ષ આપવુ વગેરે માંગણીને આવેદનપત્ર દંડક શ્રી રમેશભાઈ કટારા ને સુપ્રત કરવામાં આવ્યું હતું
