Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

આ મંદિરમાં ચિઠ્ઠી લખવાથી મનોકામના થઇ જાય છે પૂરી, દેશવિદેશથી આવે છે લોકો દર્શન કરવા

દરેક લોકોને ભગવાન સાથે એક આસ્થા જોડાયેલી હોય છે. જેમાં અનેક મંદિરો એવા છે જ્યાં પગ મુકતાની સાથે જ તમારી અનેક ઇચ્છાઓ પૂરી થવા લાગે છે. આમ, ઉત્તરાખંડની વાત કરીએ તો એને ઋગ્વેદમાં દેવ ભૂમિ કહેવામાં આવે છે. ઉત્તરાખંડમાં દેવી-દેવતાઓના અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે જ્યાં લોકો બે હાથ જોડીને ભગવાન સાથે અનેક પ્રાર્થના કરીને મનમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરતા હોય છે. આમ આવા જ મંદિરોમાંનું એક મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે જે ગોલુ દેવતાનું મંદિર છે.

આ મંદિર અહિંયા ખૂબ જ જાણીતું છે. જો કે ઉત્તરાખંડમાં ગોલુ દેવતાના એક નહિં, પણ અનેક મંદિર આવેલા છે. જો કે આ બધા જ મંદિરોમાં સૌથી પ્રખ્યાત અને આસ્થાનું કેન્દ્ર અલ્મોરા જિલ્લાનું ચિતઇ ગોલુ દેવતા મંદિર આવેલું છે. આ મંદિરમાં સતત ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવા માટે વિદેશથી પણ લોકો આવે છે. જે અહિં માનતા માને છે એમની પૂરી જ થાય છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ગોલુ દેવતાને અનેક નામથી બોલવવામાં આવે છે જેમાંનું એક નામ છે ગૌર ભૈરવ. ગોલુ દેવતાને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. જ્યારે પણ લોકો આ મંદિરમાં કંઇક માને અને પોતાની ઇચ્છા પૂરી થાય ત્યારે મંદિરમાં ઘંટ ચઢાવવામાં આવે છે. અહિં મનોકામના માટે પત્ર લખવો પડે છે.

અહિં શ્રદ્ધાળુઓ પોતાની ઇચ્છા પૂરી થતા જ મંદિરમાં ઘંટ ચઢાવતા હોય છે. ભક્તો પોતાની મનોકામના માટે અહિં ચીઠ્ઠી લખે છે. એટલું જ નહિં ઘણાં લોકો તો અહિં સ્ટેમ્પ પેપર પર લખીને પોતાના માટે ન્યાયની માંગ કરતા હોય છે. આ મંદિર પિથોરાગ હાઇવે પર અલ્મોરાથી આઠ કિલોમીટર દૂર ચિત્તઇ ગોલુ મંદિર છે. મંદિરની અંદર ગોલુ દેવતાની મૂર્તિ છે, જેમના હાથમાં ધનુષ અને બાણ રાખેલા, સફેદ ધોડામાં અને માથા પર સફેદ પાઘડી પહેરી છે.

संबंधित पोस्ट

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

Karnavati 24 News

બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકોનેકન્સ્ટ્રકશનની તાલીમ વિનામૂલ્યે લેવા અનુરોધ

Karnavati 24 News

જામનગર જિલ્લા માં છેલ્લા ૨૪ કલાક માં થયેલ વરસાદ ની અપડેટ

Karnavati 24 News

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

Admin

સુરતમાં બનશે દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન જેનો આકાર હીરા આકાર જેવો હશે …

Karnavati 24 News