(જી.એન.એસ) તા. 19
નવી દિલ્હી,
કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ગુજરાત કેડરના IPS ડો. શમશેર સિંહની BSFમાં નિમણૂંક કરવામાં આવી છે. જેઓ 1991ની બેચના IPS અધિકારી છે. જેઓ વર્તમાનમાં એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. BSFમાં ADG તરીકે ડો.શમશેર સિંહની નિમણૂંક કરવામાં આવી છે. જેમણે ACB ગુજરાતમાં ખુબ સારી કામગીરી કરી છે. સાથો સાથ તેઓ એક આગવી છાપ પણ ધરાવે છે.
IPS ડો. શમશેર સિંહ 1991ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. જેઓ મૂળ હરિયાણાના વતની છે. જેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં PhD કર્યું છે. તેઓ વર્ષ 2020 સુધી ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ – CID ક્રાઈમના ADGP તરીકે સેવા આપી છે. જે બાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. જેઓ વર્તમાનમાં ACBમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.