Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રેલી યોજી આપવામાં આવ્યું આવેદનપત્ર

અનેક સરકારી ભરતી કૌભાંડનો પર્દાફાશ કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ કરીને 307 કલમ મુજબ જેલ હવાલે કર્યા હતા જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ છવાઈ ગયો છે આજે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી કરણી સેના રાજપૂત સેવા સમાજ સહિતના લોકોએ વિદ્યાર્થી નેતા ને ન્યાય અપાવવા અને તેની સામે થયેલી ખોટી ફરિયાદ પાછી ખેંચી લેવા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં યુવરાજસિંહને છોડાવવા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ થોડા સમય પહેલા પેપર લીક કાંડ નો પર્દાફાસ કર્યો હતો જેનો ખાર રાખી સરકારે તેના પર ખોટા કેસ દાખલ કર્યા છે જેને લઇ આજે જૂનાગઢના વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ હતો અને તેઓની માંગ છે કે તાત્કાલિક યુવરાજ સિંહને છોડવામાં આવે અને સરકાર તેના ઉપર ખાર રાખી રહી હોય તેવો પણ કરણી સેના ના લોકો તથા રેલીમાં જોડાનાર એ લોકોએ આક્ષેપ કર્યા હતા અને આ અંગે તાત્કાલિક યુવરાજસિંહની જેલ મુક્તિ થાય તેવી પણ માંગ ઉઠી હતી

संबंधित पोस्ट

વડોદરા શહેરમાં કોરોના મૃત્યુ પામેલા બોગસ સર્ટી રજુ કરી સહાય મેળવનારા ઓની તપાસ સમિતિ વડોદરા આવી પહોંચી હતી

Karnavati 24 News

આસામમાં પૂરને કારણે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે

Admin

શિક્ષકોના બદલી કેમ્પ માટેની તારીખો જાહેર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

Admin

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

Karnavati 24 News

પેન્શન લાભાર્થીઓને મોટો ફટકો, આ કામ નહીં થાય તો પેન્શન બંધ થઈ જશે

Karnavati 24 News

GOOD NEWS/ બેંક ગ્રાહકો માટે ખુશખબર આવી, SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા

Karnavati 24 News