Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ભરૂચ:ઝંગાર ગામ નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો

ભરૂચ:ને.હા ૪૮ ઝંગાર ગામ ના પાટિયા પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત,સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ભરુચ જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માત ની ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે,વડોદરા સુરત વચ્ચેનો હાઇવે નો વિસ્તાર જાણે કે અકસ્માત જોન બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,હાઇવે પર દિન પ્રતિદિન સર્જાતા અકસ્માત ની ઘટનાઓમાં વધારો થયો છેઃ ત્યારે વધુ એક અકસ્માત ઝંગાર નજીક થી સામે આવ્યો હતો, બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચ તાલુકાના ઝંગાર ગામ ના પાટીયા પાસે ગત રાત્રીના સમયે ડમ્પર અને ટ્રક વચ્ચે એક અકસ્માત ની ઘટના બનતા એક સમયે લોકોમાં દોડધામ મચી હતી,અકસ્માત ના પગલે લોક ટોળા ભેગા થઈ જતા હાઇવે ઉપર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા,

અકસ્માત ની ઘટનામાં ટ્રક ચાલક કબીન ના ભાગે ફસાઇ જતા મહામહેનતે ઉપસ્થિત લોકોએ તેનું રેસ્કયુ કરી તેને બાહર કાઢ્યો હતો,ઘટના અંગેની જાણ ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ માં કરાતા ઈજાગ્રસ્ત ચાલક ને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો,ઘટના ના પગલે હાઇવે ઉપર જામ ની સ્થિતિ થતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માત સર્જાયેલ વાહનો ને રસ્તા પરથી ખસેડી ટ્રાફિક ને ખૂલ્લો કરાવ્યો હતો

संबंधित पोस्ट

અમરેલી જિલ્લાના 4 મુખ્ય યાર્ડમાં 1 દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક

Karnavati 24 News

તમારું પણ આ બેન્કમાં ખાતું હોય તો થઇ જાઓ સાવધાન, 22 સપ્ટેમ્બરથી બેન્કને લાગી જશે તાળા, RBIએ લાઇસન્સ રદ્દ કર્યું

Karnavati 24 News

ખોખરા પોલીસ સ્ટેશનના પ્રથમ P I કે.એસ. ચૌધરી સાહેબ નું દુઃખદ અવસાન.

Karnavati 24 News

PMનો યુરોપ પ્રવાસ LIVE: મોદી બર્લિન પહોંચતા બાળકોને મળ્યા, ટૂંક સમયમાં જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ઝને મળશે

કચ્છના 1.80 લાખથી વધુ ખેડૂતો પર આર્થિક બોજો વધ્યો : રાસાયણિક ખાતરના વધતા ભાવ નિયંત્રણમાં લાવવા રજુઆત

Karnavati 24 News

UK ના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન આજથી બે દિવસની ભારતની મુલાકાતે..

Karnavati 24 News
Translate »