Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

Tata Neuની સુપર એપ, ફ્લાઇટ બુકિંગ અને ભોજન ઓર્ડર કરવા જેવી સર્વિસ, મફતમાં જુવો IPL

ટાટા ગ્રુપની પ્રથમ એપ Tata Neu આવી ગઇ છે. આ એક સુપર એપની જેમ કામ કરશે. આ એક એપથી યૂઝર ગ્રૉસરી, ઇલેક્ટ્રોનિક્સ, ફૂડ ડિલિવરી, ઇન્વેસ્ટમેન્ટ સાથે હોટલ અને ફ્લાઇટ બુકિંગ પણ કરી શકો છો. ટાટા ડિઝિટલ આ એપ પર છેલ્લા કેટલાક મહિનાથી કામ કરી રહ્યુ હતુ. આ એપ સાથે ટાટાની એન્ટ્રી પેમેન્ટ્સ અને ફૂડ ડિલિવરી સાથે બીજા કેટલાક ઓનલાઇન સેક્ટર્સમાં પણ છે. આ એપ આજે સાંજે 7.30 કલાકે લખનઉં સુપર જાયન્ટ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી મેચ દરમિયાન લાઇવ થશે. ખાસ વાત એ છે કે કંપની આ એપના યૂઝર્સને ફ્રીમાં  IPL 2022ની મેચની ટિકિટ્સ પણ ઓફર કરી રહી છે.

તમામ પેમેન્ટ એક એપ પર

આ એપમાં કંપની ટાટા પે સર્વિસ પણ ઓફર કરી રહી છે. જેના દ્વારા તમે પોતાના બ્રૉડબેન્ડ, વિજળી, ગેસ, લેન્ડલાઇનના બિલ ભરવાની સાથે જ ડીટીએચ અને મોબાઇલ રિચાર્જ પણ કરી શકે છે. આ સિવાય તેમાં તમને યૂપીઆઇ પેમેન્ટનું પણ ઓપ્શન મળશે. ટાટા પેની સીધી ટક્કર ફોન પે અને ગૂગલ પે જેવી એપ્સ સાથે છે.

ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ

ટાટા નિઉ એપ યૂઝર્સને ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ સાથે જોડાયેલી સર્વિસ પણ આપશે. જેમાં ઇંસ્ટેન્ટ પર્સનલ લોન, બાઉ નાઉ પે લેટર, ડિઝિટલ ગોલ્ડ અને ઇંશ્યોરન્સ સાથે કેટલીક સર્વિસ છે. આ સિવાય તેમાં કંપની હોમ સિક્યુરિટી અને સિક્યોર ઓનલાઇન કાર્ડ ટ્રાન્જેક્શ માટે પણ કેટલાક ઓપ્શન આપી રહી છે.

ફૂડ ડિલિવરીમાં કરશે મદદ

ટાટાની આ સુપર એપ ફૂડ ડિલિવરી સર્વિસ પણ આપે છે. જેમાં તાજ હોટલ ગ્રુપના ભોજનનું મેન્યૂ સામેલ છે. એપમાં ફૂડ મેન્યૂ સીમિત છે. માનવામા આવી રહ્યુ છે કે આવનારા કેટલાક દિવસમાં કંપની પોતાના ફૂડ મેન્યૂમાં વધુ ઓપ્શન એડ કરશે.

Neu Coins અને ફ્લાઇટ બુકિંગ

ટાટા નિઉ એપમાં Neu Coins ફીચર પણ આપવામાં આવ્યુ છે. આ કૉઇન્સને યૂઝર એપમાં અથવા ઓફલાઇન ટાટા સ્ટોર્સથી શોપિંગ કરવા માટે રિડીમ કરી શકો છો. ટાટા નિઉને સ્ટારબક્સ, ટાટા પ્લે અને યૂટિલિટી બિલ્સ માટે ઉપયોગ કરી શકાય છે. આ સિવાય 1 રૂપિયાની વેલ્યૂ ધરાવતા આ કોઇન્સને તમે એર એશિયાની ફ્લાઇટ બુક કરવા માટે બિગ બાસ્કેટ, ક્રોમા, ટાટા ક્લિક, વેસ્ટ સાઇડ અથવા ટાટા 1mgથી ઓર્ડર કરવા માટે કરી શકો છો.

મફતમાં IPL જુવો

ટાટા IPL 2022નું સ્પૉન્સર છે. એવામાં કંપની યૂઝર્સને ફ્રીમાં આઇપીએલ મેચની ટિકિટ જીતવાની તક આપી રહી છે. લાઇવ આઇપીએલ મેચ ફ્રીમાં જોવા માટે તમને  Tata Neuના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર જઇને Neu Quizનો જવાબ આપવો પડશે. સવાલનો સાચો જવાબ આપનારા યૂઝર્સને મેચની ફ્રી ટિકિટ મળશે.

संबंधित पोस्ट

ક્રિપ્ટોનો વધતો વ્યાપ: આ એરલાઈન્સ હવે બિટકોઈનમાં ચૂકવણી સ્વીકારશે

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

બાઈનસે FTX ટોકન્સ (FTT) જમા કરવા પર મૂક્યો પ્રતિબંધ, ક્રીપ્ટો માર્કેટમાં થઈ રહ્યું છે નુકસાન

Admin

કિઆએ ચૂપ ચાપ રીતે 13.39 લાખમાં લોન્ચ કરી સોનેટ એક્સ-લાઇન, આ રેન્જમાં આ કાર કોમ્પિટિટર્સનો છોડાવશે પરસેવો

Karnavati 24 News

SIP તારશે: 12 થી 18 મહિના SIP રોકાણ કરેક્શનના વાતાવરણમાં ફાયદાકારક રહેશે

Karnavati 24 News

મોરબીમાં સિરામીક ફેક્ટરી અને રહેણાંક પર ઇન્કમટેક્સના દરોડા, બેનામી વ્યવહારો મળવાની શક્યતા

Karnavati 24 News
Translate »