Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

આ વખતે ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માર્ચ મહિનામાં 1.86 ડીગ્રી વધુ ગરમી પડી

આ વખતે હોળી ધૂળેટી પહેલા જ ગરમીનો પારો ઉંચકાયો હતો.  રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં  ગરમ હવા અને લૂ જોવા મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર ગરમીએ આ વખતે અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ તોડ્યો છે. અંદાજિત 121 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.  આ વખતે વહેલા જ 1.86 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
1908 બાદ માર્ચમાં સાૈથી ગરમ વાતાવરણ જોવા મળ્યું છે.

ઉત્તર અને મધ્યભારતને ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. આગામી બે દિવસમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। બેથી ત્રણ દિવસ બાદ થોડો ઘટાડો જોવા મળશે.

આ વખતે માર્ચ મહિનામાં જ 15 તારીખ આસપાસ ગરમીએ રેકોરેટ તોડ્યો હતો અને 42 ડીગ્રી પડી હતી ત્યારે ફરી અેકવાર ગરમીના કારણે હવામાન વિભાગે 2 દિવસ સુધી
યલ્લો એલર્ટ વિવિધ વિસ્તારોમાં આપ્યું છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્ર ગુજરાતની અંદર ગરમીનો પારો ઉચકાયેલો આગામી 2 દિવસ જોવા
મળશે. ખાસ કરીને ગરમી પડવાનું મુખ્ય કારણ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના સુકા પવન હેઠળ આકરી ગરમી પડી શકે છે. આ સાથે જાણો કયા શહેરોમાં કેટલું તાપમાન અત્યાર સુધી રહ્યું.

ડીસા 42.01 ડીગ્રી
અમરેલી 41.06 ડીગ્રી
સુરત 32.8 ડીગ્રી
કેશોદ 39.02 ડીગ્રી
વડોદરામાં 40.02 ડીગ્રી
અમદાવાદ 40.9 ડીગ્રી
સુરેન્દ્ર નગર 43 ડીગ્રી
ભૂજ 43 ડીગ્રી
કંડલા અેરપોર્ટ 41.0 ડીગ્રી

संबंधित पोस्ट

NEET UG 2022, 17 જુલાઈના રોજ: વિદ્યાર્થીઓને પરીક્ષામાં 20 મિનિટનો વધારાનો સમય મળશે, 18 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી

Karnavati 24 News

જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ; લશ્કરના 2 આતંકવાદીઓની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત

Admin

UK ના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન આજથી બે દિવસની ભારતની મુલાકાતે..

Karnavati 24 News

કરનાલમાં 4 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડઃ સરહદ પારથી ડ્રોન દ્વારા હથિયારો, વિસ્ફોટકો અને શસ્ત્રો આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા

આ વર્ષે મળ્યા સારા સમાચાર: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો

Karnavati 24 News

રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે જતી રેલ્વે લાઈન નું ગેજ પરિવર્તન સંપૂર્ણ

Karnavati 24 News