Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

આ 5 શેર 37% સુધીનું વળતર આપી શકે છે, જે થોડા સમય અગાઉ શેર બજારમાં લિસ્ટ થયાં છે

ગયા વર્ષે માર્કેટમાં ઘણી હલચલ જોવા મળેલી જેમાં 63 કંપનીઓએ તેમના IPO દ્વારા રૂ. 1.2 લાખ કરોડ એકત્ર કર્યા હતા. જેમાં તાજેતરના ભૂતકાળમાં શેરબજારમાં લિસ્ટેડ નવી કંપનીઓના શેરના ભાવમાં વાજબી કરેક્શન જોવા મળ્યું છે. જેમાં સ્થાનિક બ્રોકરેજ હાઉસ રેલિગેર બ્રોકિંગે આમાંથી 5 શેરોને શોર્ટલિસ્ટ કર્યા છે. આ શેરો 37 ટકા કરતા વધુ વળતર જોઇશે .

*મેડપ્લસ હેલ્થ સર્વિસના શેર માટે રૂ. 1215નો લક્ષ્યાંક ભાવ*

આ શેર માં રેલિગેર બ્રોકિંગે મેડપ્લસ હેલ્થ સર્વિસિસના શેરને બાય રેટિંગ આપ્યું છે. જેમાં આ બ્રોકરેજ હાઉસે કંપનીના શેર માટે 1215 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.ત્યારે આ કંપનીના શેર મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રૂ. 1002.05ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. ત્યારે આ કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 1343 રૂપિયા છે

*ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના શેર રૂ. 2,509 સુધી જશે*
હાલમાં રેલિગેર બ્રોકિંગે આ સ્પેશિયાલિટી કેમિકલ્સ સ્ટોકને બાય રેટિંગ આપ્યું છે. જેમાં આ સ્ટોક માટે રૂ. 2509નો ટાર્ગેટ ભાવ આવ્યો છે. જ્યારે કંપનીના શેર હાલનાભાવથી 28 ટકા વધી શકે છે. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજીનો શેર રૂ. 1985ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે

*ડેટા પેટર્નના શેર 842 રૂપિયા સુધી જશે*
હાલ માં રેલિગેર બ્રોકિંગે ડેટા પેટર્ન ના આ શેરને બાય રેટિંગ આપ્યું છે. જેમાં કંપનીના શેરો માટે 842 રૂપિયાનો ટાર્ગેટ ભાવ અપાયો છે. આ કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 864 રૂપિયા છે. જેમાં 52 અઠવાડિયા માટે નિમ્ન સ્તર 575 રૂપિયા છે.

લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો શેર રૂ. 532 સુધી જઈ શકે છે*
આ રેલિગેર બ્રોકિંગે લેટન્ટ વ્યૂ એનાલિટિક્સના શેરને બાય રેટિંગ આપ્યું છે અને કંપનીના શેર માટે રૂ. 532નો લક્ષ્યાંક ભાવ નક્કી કર્યો છે. કંપનીના શેર મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રૂ. 411.70ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. જો કે આ કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 755 રૂપિયા છે.

*હેરમ્બા ઇન્ડસ્ટ્રીઝના શેર રૂ. 832 સુધી વધી શકે છે*

હાલ સ્થાનિક બ્રોકરેજ હાઉસ રેલિગેરે હેરમ્બા ઇન્ડસ્ટ્રીઝના શેર માટે રૂ. 832નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેર રૂ. 610.35ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીના શેર વર્તમાન સ્તરથી લગભગ 37 ટકા સુધી ઉછળી શકે છે.

संबंधित पोस्ट

મોંઘવારીએ – પેટ્રોલમાં 80 પૈસા અમે ડીઝલમાં 82 પૈસાનો ફરી વધારો, સતત વધી રહ્યા છે ભાવ

Karnavati 24 News

કોરોનાની અરાજકતા વચ્ચે ચીનમાં નવો વાયરસ મળ્યો, 35 લોકો સંક્રમિત થયા

Karnavati 24 News

અદાણી GOOGLEને ભાડે આપી પોતાની જગ્યા, દર મહીને વસૂલવામાં આવશે આટલી કીંમત

Admin

ખારવા પંચ ભોઇ પંચ છડીએ ધોળીકુઈમાં નામનું રોકાણ કર્યું તો વાલ્મિકી પંચની છડીએ આલી હરીજન વાસ માં રોકાણ કર્યું હતું

Karnavati 24 News

એર ઈન્ડિયાના કર્મચારીઓ ના હવે પગાર વધારા ની સાથે આ સુવિધા પણ મળી રહેશે

Karnavati 24 News

શિક્ષકોના બદલી કેમ્પ માટેની તારીખો જાહેર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

Admin
Translate »