Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ખારવા પંચ ભોઇ પંચ છડીએ ધોળીકુઈમાં નામનું રોકાણ કર્યું તો વાલ્મિકી પંચની છડીએ આલી હરીજન વાસ માં રોકાણ કર્યું હતું

ભરૂચમાં ૩ પંચો દ્વારા નીકળતી છડીનું સંધ્યાકાળે થશે સમાપન..

ભોઈ પંચ અને ખારવા પંચની છડીએ ધોળીકુઈમાં નોમનું રોકાણ કર્યું તો વાલ્મિકી પંચની છડીએ આલી હરીજન વાસ માં રોકાણ કર્યું હતું
ધોળીકુઈમાં નામનું રોકાણ કરેલ હોય પંચ અને ખારવા પંચની છળી દસમે પરત ફરી જાહેર માર્ગો ઉપર જુલતી છડીયોનું આકર્ષણ..
શ્રાવણ માસમાં અનેક ઉત્સવો અને તહેવારોનું મહત્વ રહેલું છે અને તેમ જ મેઘઉત્સવ અને છડી ઉત્સવનું મહત્વ વધુ રહેલું છે ભરૂચમાં ત્રણ સમાજના લોકો દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે ખારવા પંચ ભોઈ પંચ અને વાલ્મિકી પંચ દ્વારા છડી ઝુલાવવામાં આવે છે અને આ છડીના એક રોકાણ માટે અન્ય સ્થળે નોમના દિવસે લઈ જઈ દશમના દિવસે પરત પોતાના સ્થાનક ઉપર લાવી છડી પવૅનું સમાપન કરતા હોય છે
ભરૂચ શહેરમાં છડી ઉત્સવનું મહત્વ ઘણું રહેલું છે અને છડીના દર્શનનું પણ અનેરૂ મહત્વ રહેલું છે સાથે છડીમાં ઘોઘારાઓનું સ્થાનકનો જે થાળ હોય છે તે થાળ ભક્તોના માથા ઉપરથી પસાર થાય તો તેઓ રોગમુક્ત રહેતા હોવાની પણ માન્યતાઓ રહેલી છે જેના કારણે વરસ તો વરસાદ હોય કે કાળજાળ ગરમી હોય હજારો ભક્તો જાહેર માર્ગ ઉપર બેસી જતા હોય છે અને તેમની ઉપરથી ઘોઘારાવનો સ્થાનકનો જે થાળ હોય છે તે પસાર થતો હોય છે અને તેની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે જાહેર માર્ગો ઉપર છડી ઝુલાવતા ઝુલાવતા ત્રણેય સમાજના લોકો પોતાના ઘોઘારાવ મંદિરના સ્થાનક ઉપરથી નોમના રોકાણ બાદ દસમના દિવસે સવારે પરત ફરતા હોય છે જેમાં ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ભોઈ પંચ અને ખારવા પંચની છડી નોમનું રોકાણ કરતી હોય છે અને દસમના દિવસે છડી પરત ધોળીકુઈથી દાંડિયા બજાર હાજી ખાના બજાર ગોલવાડ થઈ ભોઈ પંચની છડી ઘોઘારાવના મંદિરે સમાપન થતી હોય છે જ્યારે ખારવા પંચની છડી સોનેરી મહેલ થઈ કોઠી કતોપોર થઈ ચાર રસ્તા થઈને વેજલપુર ખારવા પંચના ઘોઘારાવ મંદિરે પહોંચે છે જ્યારે લાલ બજારના વાલ્મીકિ પંચની છડી પણ ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આલી કાછીયાવાડના વાલ્મીકિ વાસમાંથી નીકળી લાલ બજાર ઘોઘારાવ મંદિરના સ્થાનક સ્થળે પહોંચે છે અને આમ ત્રણેય છડી ઉત્સવ દશમની સંધ્યા કાળે પોતપોતાના ઘોઘારાવ મંદિરમાં સાડા ત્રણ દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોત ઘોઘારાવના ઝુમ્મર હલવા સાથે આપોઆપ અખંડ જ્યોત બુઝાઈ જતો હોય છે અને આ નજારો જોવા માટે પણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડતુ હોય છે અને ત્યારબાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે

संबंधित पोस्ट

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં પહેલા મસમોટો ભુવો

Karnavati 24 News

તાજમહેલમાં નમાજ અદા કરતા 4 પ્રવાસીઓની ધરપકડઃ CISFએ નમાજ અદા કરતા 4 પ્રવાસીઓને પકડ્યા, મસ્જિદ સમિતિએ કર્યો વિરોધ

Karnavati 24 News

પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં ઈ-કોર્ટ મિશન ઝડપથી વધી રહ્યું છે

Admin

TCSમાં નોકરી કરવાની સારી તક, કઇ રીતે કરી શકશો અરજી, જાણો

Karnavati 24 News

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે

Admin

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News
Translate »