જામનગર નજીકના રાજકોટ રોડ પર આવેલ માનશી હોટલની બાજુમાં આવેલ કનૈયા કાઠીયાવાળી હોટલ પે ગઈ કાલે આવેલ એક સખ્સ હોટેલ માલિકનો મોબાઈલ ફોન ઝુંટવી નાશી ગયો હોવાની ઘટના સામે આવી છે. પંચકોશી એ ડીવીજન પોલીસે ફરિયાદના આધારે આરોપી સુધી પહોચવા તપાસ હાથ ધરી છે. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જામનગર નજીક આવેલ હોટેલ માનસીની બાજુમાં કનૈયા કાઠીયાવાડી હોટેલ પર આવેલ એક સખ્સ વેપારી રમેશભાઇ ધરણાતભાઇ ચાવડા રહે. નિલકમલ સોસાયટી શેરી.ન. ૬ ખોડીયાર કોલોની જામનગર વાળાનો મોબાઈલ ઝુટવી એક સખ્સ વાઇટ કલરના એક્ટીવા પર નાશી ગયો હતો. આ બનાવ અંગે રમેશભાઈએ અજાણ્યા સખ્સ સામે પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરમાં અજાણ્યા સખ્સ સામે આઈપીસી કલમ ૩૭૯(A)3 મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં રમેશભાઈ પોતાની દુકાનમા કાઉંટર પર બેઠા હતા ત્યારે આરોપી પોતાનુ વાઇટ કલર નુ એક્ટીવા લઇ ને આવી મને ચા આપો તેમ કહી તેઓના હાથમા રહેલ રેડમી નોટ ૧૦ એસ મોડલનો મોબાઇલ ફોન ઝુટવી લઇ આરોપી પોતાનુ એક્ટીવા લઇ નાશી ગયો હોવાનો આરોપ લગાવ્યો છે. આ ફરિયાદના આધારે પંચકોશી એ ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે.