ગામની ચૂંટણીની અદાવતમાં ભુજ તાલુકાના ઢોરી ગામે રવિવારે રાત્રે દસેક જણે દલિત પરિવારને ઢોર માર મારી નિર્દયપણે અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના ઘટી છે . ઘટના અંગે માધાપર પોલીસે પાંચ શખ્સો વિરુધ્ધ એટ્રોસીટી , રાયોટીંગ , ઘરમાં તોડફોડ કરવા સહિતની કલમો તળે નામજોગ ફરિયાદ દાખલ કરી છે . ફરિયાદી ૩૭ વર્ષિય ગીતાબેન હિરાલાલ મેરીયાએ જણાવ્યું કે , રાત્રે પોણા અગિયાર વાગ્યે તે પતિ સાથે ઘરમાં સૂતાં હતા ત્યારે પુત્ર વિપુલે આવી પિતાને ઉઠાડી જણાવ્યું હતું કે ભરત કાના સોનારા અને કેતન શિવજી ગાગલ તમને બોલાવે છે . હિરાલાલ ઉઠીને ભરત અને કેતન પાસે ગયા ત્યારે બેઉ જણે તેમને કહ્યું હતું કે ‘ માજી સરપંચ લખુભાઈ વેલાભાઈ ગાગલ અને સવાભાઈ રૂપાભાઈ ગાગલ તમને બોલાવે છે ‘ હિરાલાલે ત્યાં જવાનો ઈન્કાર કરતાં ભરત અને કેતને ઉશ્કેરાઈને હિરાલાલ અને ઘરના ઊબરે ઉભેલા ગીતાબેનને ઉદ્દેશની જાતિ અપમાનિત કરતાં ગાળો બોલવા માંડ્યા હતા કે તમે ક્યાંય ના ચાલો અને ચૂંટણીમાં તમારે ઊભવું નહીં , તમે લાયક નથી . ચૂંટણી બિનહરીફ થવા દેવી ’ એટલામાં સફેદ ક્રેટા કારમાં રાહુલ લક્ષ્મણ ગાગલ , શિવજી રૂપા ગાગલ તેમના ત્રણ સાગરીતો સાથે ત્યાં આવી ચડ્યાં હતા તો , બાઈક પર દામા વેલા ગાગલ અને ચોકમાંથી બીજા બે સાગરીતો ત્યાં ધસી આવ્યાં હતા . આઠેય જણાંએ ભેગાં મળીને હિરાલાલને માર મારવાનું શરૂ કર્યું હતું . પત્ની ગીતા અને પુત્ર વિપુલ વચ્ચે પડ્યાં તો આરોપીઓએ તેમને પણ ગાળો બોલી માર માર્યો હતો . ગીતાબેનના વાળ ખેચી નિર્દયતાપૂર્વક ઢસડીને તેમના કપડાં ફાડી નાખ્યા હતા . રાહુલ , કેતન અને ભરત ત્રણેય દારૂના નશામાં ટલ્લી હતાં . માથાભારે શખ્સોની જંગાલિયતથી ફફડી જઈને હિરાલાલ તેમના પત્ની અને પુત્ર સાથે બચવા માટે ઘરમાં દોડી ગયાં હતા અને દરવાજો બંધ કરી દીધો હતો . આ માથાભારે શખ્સોએ દરવાજે આવી બહાર નીકળો , આજે તો તમને મારી જ નાખવા છે , અમને કોઈની બીક નથી તેમ કહી ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખી પાંચ જણા લાકડીઓ અને પાઈપ લઈને અંદર ઘૂસી ગયા હતા . અંદર તેમણે પિતા – પુત્રને ફરી ઢોર માર માર્યો હતો . ઘરમાં પણ ભારે તોડફોડ કરી હતી . માથાભારે શખ્સોનો આતંક જોઈ આસપાસમાં રહેતાં સગાં સંબંધીઓ અને પડોશીઓ દોડી આવતાં આરોપીઓએ તેમને પણ જોઈ લેવાની ધમકી આપી દૂર રહેવા જણાવ્યું હતું . ઝઘડા દરમિયાન આ નિર્દયી શખ્સોએ દલિત પરિવારની બે બાળાઓને પણ વાળથી ઢસડીને મુક્કાઓ મારી નીચે પાડી દીધી હતી . ઝઘડા સમયે આરોપીઓ બોલતા હતા કે તમે ( જાતિવાચક અપરાબ્દ ) છો , તમે સમજશો નહીં , તમને કાઈ ખબર પડતી નથી અને અમો રૂપિયાથી છૂટી જશુ પણ તમે ફરિયાદ કરશો તો તમારે આવવાનું તો અહીં ઢોરી ગામ જ છે ને તમને મૂકશું નહીં ‘ હુમલા સમયે હિરાલાલના ખિસ્સામાં રહેલાં બારસો રૂપિયા ક્યાંક પડી ગયાં હતા .

previous post