પોરબંદરનાં પનોતા પુત્ર, વૈશ્વિક દાતા અને યુવા ઉધોગ સાહસીક રીઝવાન આડતીયા બે વર્ષ બાદ માદરે વતન પોરબંદર આવતાં પોરબંદરવાસીઓએ તેમને આવકાર્યા હતાં. જેસીઆઇ દ્વારા ગોઢાણીયા કોલેજ ખાતે રીઝવાન આડતીયાનાં ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રનાં આગેવાનોનું તેમજ સંસ્થાનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતાં. આ ટોક શોમાં રીઝવાન આડતીયાએ એવું જણાવ્યું હતું કે અન્ય કોઇને રોલ મોડેલ બનાવવાને બદલે ખુદને રોલ મોડેલ બનાવનો સફળતા તમારા કદમ ચુંબશે. પોરબંદરનાં પનોતા પુત્ર રીઝવાન આડતીયાનું ગત વર્ષે આફ્રિકામાં અપહરણ થયું હતું અને રર દિવસ સુધી લાપતા બન્યાં હતાં. આ સંકટને પાર કરી અને રીઝવાન આડતીયા બે વર્ષ બાદ પોરબંદર આવતાં જેસીઆઇ દ્વારા તેમના ટોક શો નું આયોજન કરવામાં આવ્યુંં હતું. જેમાં રીઝવાન આડતીયાનાં જીવન પર બનેલી રીઝવાન ફિલ્મનું પ્રમોશન પણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક ગરીબ પરિવારમાં જન્મી અને માત્ર ૯ ધોરણ સુધી અભ્યાસ કરનાર રીઝવાન આડતીયા અનેક સંઘર્ષોનો પડાવ પાર કરી સફળ બિઝનેસમેન અને વૈશ્વિક દાતા બન્યાં છે. તેમનાં જીવનની સંઘર્ષ ગાથા દર્શાવતી રીઝવાન ફિલ્મ રીલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ જોવા માટે રીઝવાન આડતીયાએ અપીલ કરી હતી. વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો અને સંસ્થાનાં અગ્રણીઓએ આ ટોક શો દરમિયાન રીઝવાન આડતીયાને અલગ- અલગ પ્રશ્નો કર્યા હતાં. જેમાં રીઝવાન આડતીયાએ એવું જણાવ્યું હતું કે કોઇપણ કપરી પરિસ્થિતિમાં હમત હારવી જોઇએ નહીં. માત્ર ધૈર્યથી આ પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ જેથી સફળતા ચોકકસ પણે મળશે. તો પોરબંદરનાં અગ્રણીઓએ રીઝવાન આડતીયાની વિવિધ સેવાઓને બીરદાવી હતી. આ ટોક શો દરમિયાન રીઝવાન આડતીયાએ પ્રશ્નોનાં મુદાસર જવાબ આપી અને પોતાના જીવનની સફળતા કઇ રીતે મેળવી છે તે અંગે વિગતવાર જાણકારી આપી હતી. આ ટોક શોને સફળ બનાવવા માટે જેસીઆઇ પોરબંદરનાં સ્થાપક લાખણશી ગોરાણીયા, પ્રમુખ રોનક દાસાણી, સેક્રેટરી પ્રિન્સ લાખાણી, શિવાણી સામાણી, પાર્થ લોઢીયા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
