પોરબંદરમાં ખેલ મહાકુંભ ર૦રરનો પ્રારંભ થઇ ગયો છે. કોરોના મહામારી બાદ ખેલ મહાકુંભ પ્રારંભ થતાં ખેલાડીઓએ ઉત્સાહભેર રમતોમાં ભાગ લીધો હતો. રવિવારે તાલુકા કક્ષાની તથા જિલ્લા કક્ષાની રમતોમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા હતાં.
રાજયમાં ૧૧મો ખેલમહાકુંભ ૨૦૨૨નો શુભારંભ થઇ ગયું છે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી પોરબંદર દ્વારા સંચાલિત ખેલમહાકુંભ ૨૦૨રને લઇને અલગ- અલગ ર્સ્પધાઓ યોજાઇ હતી. જેમાં તાલુકા કક્ષાએ ચેસ, યોગાસન તેમજ જિલ્લા કક્ષાએ સ્કેટીંગ, બેડમીન્ટ સહિતની રમતોમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. પોરબંદર શહેરનાં સ્વામીનારાયણ હાઇસ્કુલમાં તાલુકા કક્ષાની ચેસની ર્સ્પધામાં અલગ- અલગ એઇઝ ગૃપ મુજબ ૬૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ચેસની ર્સ્પધામાં અન્ડર -૧૧, અન્ડર ૧૪, ૧૭, એબાવ ૪૦, ૬૦, આ એઇઝ ગૃપ મુજબ ર્સ્પધા યોજાઇ હતી.
આ ચેસની ર્સ્પધામાં પ્રથમ ક્રમાંકે કૈયુર ભટ્ટ, બીજા નંબરે હરીશ બાબુલાલ ચૌહાણ, ત્રીજા ક્રમાંકે અશોક સોનેજી વિજેતા રહયાં હતાં. વિજેતા બનેલ ખેલાડીઓને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે મોકલવામાં આવશે. અને તાલુકા કક્ષાએ યોગાસન ર્સ્પધા આદર્શ નિવાસી શાળા ખાતે યોજાઇ હતી. તેમજ સ્કેટીંગની ર્સ્પધા ચોપાટી સ્કેટીંગ રીંગ હાથી ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતી તો બેડમીન્ટનની ર્સ્પધા સરદાર પટેલ રમત-ગમત સંકુલ હોલમાં યોજાઇ હતી. આમ પોરબંદરમાં ખેલ મહાકુંભ ૨૦૨૨ની ઉત્સાહભેર શુભારંભ થઇ ગયેલ છે અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ભાગ પણ લઇ રહયાં છે.
