Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગર જીલ્લા પંચાયતના સુપરવાઈઝરે પત્ની પર ગુજાર્યો અમાનુષી ત્રાસ, ફરિયાદ દાખલ

જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ તેમની પત્નીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચર્ચા જાગી છે. શહેરના ગોલ્ડન સીટી સામે આવેલ ફુલચંદ તંબોલીભવન એ વિંગ -404માં રહેતા પરિણીતાને સુપરવાઇઝર તેના પતિ શારિરીક અને માનસીક ત્રાસ આપતા હોવાની અને માથાકૂટ કરતા હોવાની ફરિયાદ કરી છે જેને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે મહિલા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુંસાર જામનગર શહેરના પોલીસ હેડ કવાર્ટસની પાછળ ગોલ્ડન સીટી સામે આવેલ ફુલચંદ તંબોલીભવન વિંગ એ-404 આવાસમાં રહેતા જેસલબેન વિશાલભાઈ ત્રિવેદીને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પતિ વિશાલભાઈ હિમતદાન ત્રિવેદી તેની સાથે નાની નાની બાબતમાં ઝગડો કરી મારઝુડ કરતા હોય અને શારીરિક માનસિક દુખ ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતા ચકચાર જાગી છે. આ અંગેની મહિલા પોલીસે જેસલબેન ત્રિવેદીની ફરીયાદ પરથી વિશાલભાઈ હિમંતદાન ત્રિવેદી વિરૂદ્ધ મહિલા અત્યાચાર સહિતની આઈ.પી.સી.કલમ 498 (એ), 323 મુજબ ગુનોં નોંધી તપાસનો ધમધમાટ આદર્યો છે.આ કેસની વધુ તપાસ મહિલા પીએસઆઇ કે.એન.જાડેજા ચલાવી રહ્યા છે.

संबंधित पोस्ट

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

Karnavati 24 News

પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

Admin

રાજકોટની પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રથી બે અને ઉત્તરપ્રદેશ એક આરોપીની ધરપકડ કરી

Gujarat Desk

ભરૂચ પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવામાં આવી; 29મી માર્ચે ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી

Gujarat Desk

રાજયની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંશોધનો હાથ ધરી મહત્તમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા રાજયપાલશ્રીનું આહવાન

Gujarat Desk
Translate »