Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજકોટની પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રથી બે અને ઉત્તરપ્રદેશ એક આરોપીની ધરપકડ કરી



(જી.એન.એસ) તા. 19

રાજકોટ,

મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદો ધંધો ચાલી રહ્યો છે. આવો ચોંકાવનારો ઘટસ્ફોટ અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ થયો છે. ફરિયાદ નોંધીને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફના નિવેદનો નોંઘ્યાં હતાં.

આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રથી બે શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આમ આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ટૂંંક સમયમાં આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે.  

આ કેસ બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની સોનોગ્રાફી, બ્રેસ્ટ ચેક, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતની સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. અમદાવાદ સાયબર બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડતાં તપાસના તાર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. આ કેસમાં મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી આ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે વધુ એક આરોપીની ધરપકડ ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ટૂંંક સમયમાં આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે.  

આ ઘટનામાં સાયબર માફિયાઓએ સી.સી.ટી.વી. કેમેરા હેક કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ બંને આરોપી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલના મારફતે મહિલા દર્દીઓના વીડિયો વેચતા હતા અને તેના બદલામાં મોટી રકમ વસૂલતા હતા. ટૂંક સમયમાં આ બંને આરોપીઓને મહારાષ્ટ્રથી ગુજરાત લાવવામાં આવશે. 

તેમજ સૂત્રોએ જણાવ્યું કે, પ્રસૂતાઓના વીડિયો વાયરલ કરવાનો ગંદો ધંધો દેશવ્યાપી હોવાનું જણાઈ આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાંથી આ પ્રકારના કારસ્તાન કરતી ટોળકીઓ સક્રિય હોવાનું જણાઈ આવ્યું છે. જો કે, આ પ્રકારના વીડિયો મેળવવા માટે નિશ્ચિત શખ્સો સક્રિય હોવાની વિગતો મળતાં ત્રણ રાજ્યોમાં તપાસ હાથ ધરાઈ છે. ઊંડી તપાસના પગલે પ્રસૂતાઓ અને મહિલાઓના હોસ્પિટલમાં ખાનગી વીડિયો વાયરલ કરવાના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.

संबंधित पोस्ट

ચાર મુખ્ય કમિશ્નરેટમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ પૈકી ૪૫ ટકા ગુનાઓ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી બન્યા હોવાનું ધ્યાને આવતા ગુજરાત પોલીસે ઘડ્યો ખાસ એક્શન પ્લાન

Gujarat Desk

ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિનના ઉપક્રમે આયોજિત ‘વંદે આયુકોન-૨૦૨૫’ કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

અમદાવાદમાં I.T. વિભાગનું મેગા ઓપરેશન, દરોડામાં પકડાતી રકમ બચાવવાનો નવો કીમિયો અપનાવ્યો

Gujarat Desk

 આઈઓસી કંડલાથી પાણીપત સુધીની નવી પાઇપલાઇન નાખશે

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના નાગરિકોને સુવિધા-સુખાકારી વૃદ્ધિનો નવતર અભિગમ; એકજ દિવસમાં રૂ. ૬૦૫.૪૮ કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવ્યા

Gujarat Desk

અમરેલીના ખાંભા-ઉના રોડ પર બોલેરોને નડ્યો અકસ્માત; 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Gujarat Desk
Translate »