બનાવ અંગે હોસ્પિટલમાં પરિવારના સભ્યોએ હંગામો મચાવતા તાત્કાલિક પોલીસને જાણ કરવા આવી હતી. ઘટના અંગે વૃદ્ધાની દીકરીએ સીટી પોલીસ મથકે એક અરજી કરવામાં આવી છે. વલસાડ સીટી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ઝંડા ચોક ખાતે રહેતા 85 વર્ષીય પર્વતીબેન ભુલાભાઈ મિસ્ત્રી ઘણા સમયથી પથારીવશ હતા. તેમની દિકરી હેમલતાબેન દિનેશભાઇ પટેલે વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. જ્યાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા બાદ તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. વધુ સારવાર માટે પાર્વતી બેનને ICU વોર્ડમાં ખસેવાની જરૂર પડી હતી. ત્યારે તેમની દીકરી હેમલતાબેને માતાએ હાથમાં પહેરેલી સોનાની બંગડી કાઢી લઈ રહ્યા હતા. ત્યારે ફરજ ઉપર હાજર સ્ટાફે હેમલતા બેનને ICUમાં પાર્વતી બેનને ખસેડયા બાદ ઘરેણાં તમને આપશે તેમ જણાવ્યું હતું. અને વોર્ડ બોયને બોલાવી પાર્વતી બેનને ICUમાં ખસેડવા સૂચના આપી હતી. તેમની સાથે હેમલતા બેન પણ જઈ રહ્યા હતા. પાર્વતી બેનને હોસ્પિટલની લિફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હેમલતા બેનને દાદારથી આવવા સ્ટાફે સૂચના આપી હતી. હેમલતાબેન ICUમાં પહોંચી સ્ટાફ નર્સને પાર્વતીબેનના ઘરેણાં આપવા માંગ કરતા તેમણે પાર્વતી બેનની એક બંગડી અને ચેઇન હેમલતા બેનને આપી હતી. જેથી હેમલતા બેને બીજી બંગડીની માંગ કરતા બીજી બંગડી ન હોવાનું જણાવ્યું હતું. જેથી હેમલતાબેને ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફને પૂછવા જણાવ્યું હતું. તો સ્ટાફે બંને હાથમાં બંગડી હોવાનું જણાવ્યું હતું. પાર્વતીબહેને પહેરેલી બંને બંગડી પૈકી એક બંગડી ન મળતા હેમલતાબેને પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર તાત્કાલિક CCTV ફૂટેજ ચેક કરવા સૂચના આપી હતી. ઘટના અંગે પરિવારના સભ્યોને રાત સુધી પાર્વતીબહેનની બીજી બંગડી ન મળતા મામલો પોલોસ મથકે પહોંચ્યો હતો. ઘટનાને લઈને વલસાડ સીટી પોલોસ મથકે અરજી આપવામાં આવી છે. પોલોસે અરજી લઈ આગળની તપાસ હાથ ધરી છે.