નવા વર્ષની શરૂઆત સાથે 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં કાપ મુકવામાં આવ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં 102 રૂપિયા 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કાપ તેલ કંપનીઓ તરફથી કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ LPG સિલિન્ડર, 1,998 રૂપિયા 50 પૈસા મળશે. બીજી તરફ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કઇ ફરક પડશે નહી.
આ પહેલા ગત વર્ષે એક ડિસેમ્બરે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તેલ કંપનીઓએ સીધો 100 રૂપિયાનો વધારો કર્યો હતો. જેનાથી આ સિલિન્ડરની કિંમત વધીને 2,101 રૂપિયા થઇ ગઇ હતી. આ વર્ષે 2012-13 પછી કોમર્શિયલ LPG સિલિન્ડરની સૌથી વધુ કિંમત હતી. વર્ષ 2012-13માં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 2,200 રૂપિયા હતી.
આ પહેલા, ગત વર્ષે એક વખત કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. 1 નવેમ્બર, 2021માં 266 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેને કારણે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોએ 2 હજાર રૂપિયાનો આંકડો પાર કર્યો હતો.
ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કઇ ફરક નહી પડે
બીજી તરફ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઇ કાપ મુકવામાં આવ્યો નથી. જેમાં 14.2, 5 અને 10 કિલોના સિલિન્ડર સામેલ છે. 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 900 રૂપિયા પાસે બનેલી છે. આ સિલિન્ડર વર્ષ 2020માં 650થી 700 રૂપિયા વચ્ચે મળી રહ્યુ હતુ. ગત વર્ષે તેની કિંમત કેટલીક વખત વધારવામાં આવી હતી.