Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન, ગાંધીનગર ખાતે કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું હાર્દિક સ્વાગત કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સહભાગી થવા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, રાજભવન, ગાંધીનગર ખાતે પહોચ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટની મળશે બેઠક

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવાની છે. આ બેઠક માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત વર્તમાન ટ્રસ્ટીઓ બેઠકમાં સામેલ થશે. મહત્વપૂર્ણ છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ તેમની જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વિકાસ ના વિવિધ કામોને મંજૂરીની આખરી મહોર મારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટની છેલ્લા એક વર્ષથી વર્ચુઅલ બેઠક યોજાતી હતી.

આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા પર નિમણૂંક કરવામાં આવી શકે છે. આ સાથે જ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં ભક્તો માટે કોરિડોર રૂપ નવનિર્મિત કામોને પણ મંજૂરી મળી શકે છે.

संबंधित पोस्ट

 જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી

Karnavati 24 News

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચના આમોદથી રૂ.૮૨૩૮.૯૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે

અમેરિકામાં ભારતીય સંગઠન બ્રિટનમાં વધપ્રધાન પદના ઉમેદવાર ઋષિ સુનકને સમર્થન આપે છે

Karnavati 24 News

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

સંસદમાં EDની કાર્યવાહી પર હોબાળો, લોકસભા અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત

Karnavati 24 News

જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ

Karnavati 24 News
Translate »