ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી શુક્રવારના દિવસે ગુજરાત ના અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અમદાવાદ પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું આગામી તારીખ 11 માર્ચ 2022 ના શુક્રવારના રોજ સવારે 10:00 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવવાના છે ઇન્ટરનેશનલ એરપોર્ટ થી કમલમ કાર્યાલય સુધીનું એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ આ રોડ શોમાં હજારો લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો હોદ્દેદારો ધારાસભ્ય સાંસદ સભ્યો તેમજ જાહેર જનતા રોડ શોમાં વડાપ્રધાન મોદીને નિહાળવા માટે ઉપસ્થિત રહેવાના છે ઉલ્લેખનીય છે કે કોરોના કાર બાદ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રીતે roadshow પ્રથમ કહી શકાય જેને લઇ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના પ્રમુખ સી આર પાટીલ તેમજ તમામ કાર્યકરો ધારાસભ્યો સહિતના આગેવાનો કામે લાગી ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે
