ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો*ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 500 કાર્યકરોના ટોળા સાથે દંગલ મચાવનાર આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ જામીનલાયક પ્રોહીબીશનના ગુનામાં ઇસુદાનને છોડાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા. ઇસુદાન ગઢવી વકીલ અને જામીનદાર સાથે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન હાજર થયા હતા, જ્યાં ઇસુદાનની ધરપક બાદ ગણતરીના કલાકોમાં જામીન મેળવ્યા છે.