મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે મહિલાઓ સશક્ત બને અને આર્થિક પગભર બને તે માટે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન મુખ્ય અતિથિ તરીકે સમઢીયાળા ગામ ના સરપંચ ચિરાગભાઈ રાજાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી મારફત મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામ ના લેઉવા પટેલ સમાજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા વિકાસ કચેરીના મુખ્ય અધિકારી જીગરભાઈ જસાણી સહિતના અધિકારી તેમજ પદાધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને મહિલાઓ પગભર બને અને સશક્ત રહે તે માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા મહિલાઓ માટેની સરકાર દ્વારા કામ કરતી કચેરીઓ દ્વારા મહિલાઓમાં જાગૃતિ આવે અને પોતાના પગભર બને તેવા ઉમદા હેતુ માટે ગામોગામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે પણ સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ પોતાની રોજગારી મેળવી બ્યુટી પાર્લરના ક્લાસ સીખે અન્ય કોઈ કામગીરી કરે તેવા ઉમદા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
