Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

લવિંગનો આ ઉપાય કરશો તો ઘરમાં નહિં પડે કોઇ બીમાર, જાણો બીજા અસરકારક ઉપાયો પણ

લવિંગ પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. લવિંગ સ્વાસ્થ્ય અને સ્કિન માટે જેટલું ફાયદાકારક છે એટલું જ એનું મહત્વ વાસ્તુ અનુસાર પણ ખૂબ રહેલું છે. પૂજા પાઠમાં પણ લવિંગનું મહત્વ ખૂબ રહેલું છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર લવિંગના આ ઉપાયો તમારા જીવનમાં ખુશીઓ ભરી દે છે અને તમને અનેક સફળતા અપાવે છે. આ સાથે જ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને પણ દૂર કરે છે. તો જાણી લો તમે પણ લવિંગના આ ઉપાયો વિશે…

નકારાત્મક વિચારો દૂર કરવા માટે

સવારમાં ઘરના પૂજા સ્થાન પર દીવામાં 2 લવિંગ નાંખીને પછી આરતી કરો. આનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સાથે ઘરમાં સુખ-સમુદ્ધિ આવે છે.

બીમારીઓ અને તણાવ દૂર કરવા માટે

તમારા ઘરમાં કોઇ સભ્ય વારંવાર બીમાર પડે છે તો તમે લવિંગનો આ ઉપાય કરો. આ માટે 6-7 લવિંગ લો અને એને ગરમ-ગરમ તવી પર મુકો. ત્યારબાદ એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો અને પછી એક ખુણામાં મુકી દો. દર 2-4 દિવસે આ ઉપાય કરો. આ ઉપાય તમને અનેક બીમારીઓમાંથી બચાવે છે અને સાથે-સાથે તમારા ઘરની નેગેટિવિટીને બહાર ફેંકે છે.

પૈસાની તકલીફ દૂર થાય

ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે ખૂબ મહેનત કર્યા પછી પણ જોઇએ એવું ફળ મળતુ નથી. આમ, જો તમારા ઘરમાં પણ પૈસાની તકલીફ પડે છે તો તમે આ બધાથી બચવા માટે 7-7 લવિંગ અને કાળા મરીના દાણા માથા પર ફેરવો અને પછી એકાંત જગ્યામાં જઇને ચારે દિશામાં ફેરવો અને પછી નાંખી દો. ત્યારબાદ પાછું જોયા વગર જ ઘરે આવો. આ ઉપાય કરવાથી પૈસાની તકલીફ દૂર થાય છે અને સાથે જીવનમાં અનેક સફળતા મળે છે.

संबंधित पोस्ट

જે વ્યક્તિ રોજ યોગ કરે તે નિરોગી રહે છે યોગ અને રોગને વેર છેઃ યોગ બોર્ડ ચેરમેન શીશપાલસિંહ

Karnavati 24 News

કૂતરા કરડવાના કેસ વધી રહ્યા છે, આ છે 5 કારણો જેના કારણે કૂતરાઓ હિંસક બને છે

Admin

હોર્મોન અસંતુલન સાથે કામ કરવાની સાથે, કાચા ગાજર ઘણી સમસ્યાઓ માટે રામબાણ છે.

હેલ્થ ટીપ્સઃ નાસ્તામાં આ બીજ સામેલ કરો, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે

યુરિક એસિડ વધે ત્યારે ચાલવું મુશ્કેલ છે? આ વસ્તુઓને તરત જ આહારમાં સામેલ કરો.

Karnavati 24 News

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માંગો છો? તો રાત્રિભોજન પછી આ એક કામ કરો.

Karnavati 24 News
Translate »