ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ શાસ્ત્ર મુજબ અખાત્રીજ અને વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ છે. આજે વસંતપંચમીના રોજ સમગ્ર દાહોદ જિલ્લામાં લગ્નો, ગૃહપ્રવેશ, ખાતમુહૂર્ત તેમજ વેવિશાળ જેવા કેટલાંયે શુભ પ્રસંગોના આયોજન કરવામાં આવ્યા છે. દાહોદમાં આ પર્વે ડબગર સમાજ દ્વારા રાધાકૃષ્ણ મંદીરમાં હવન અને યજ્ઞના કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પ્રથા છે. જો કે આજે શહેરોમાંથી તે લુપ્ત થઈ ગઈ છે. ગામડાઓમાં જરૂર તેનો થોડો પ્રભાવ જોવા મળે છે.હા પણ વસંત પંચમીના દિવસે ગાજરનો હલવો, કેસરિયા ભાત કે કેસરિયા ખીર ખાઈને આજે પણ વસંત પંચમીનો ઉલ્લસ ઉમંગ પ્રગટ થાય છે. પરિવારમાં પ્રસન્નતાનુ વાતાવરણ બને છે.આપણા દેશમાં વસંત ઋતુનુ પોતાનુ જ વિશેષ મહત્વ છે. તેથી વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. તેમા પ્રકૃતિનુ સૌદર્ય બધી ઋતુઓથી ચઢિયાતુ હોય છે.વન ઉપવન જુદા જુદા ફુલોથી મહેંકી ઉઠે છે.ગુલમોહર,. ચંપા, સૂરજમુખી અને ગુલાબના ફુલોના સૌદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગીજાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઉઠે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ તહેવાર ખૂબ જ આનંદદાયક હોય છે.આ તહેવારના દિવસે વિદ્યાલયોમાં સરસ્વતી પૂજા થાય છે અને શિક્ષક વિદ્યાર્થીઓ વિદ્યાનુ મહત્વ બતાવે છે અને પુર્ણ ઉલ્લાસ સાથે ભણવાની પ્રેરણા આપે છે.