મોરબીના સરતાનપર ગામ જવાના રસ્તેથી ટ્રકમાં દારૂ-બીયર સાથે બે ઝડપાયા
દારૂ-બીયર અને ટ્રક સહીત લાખોનો મુદામાલ જપ્ત
મોરબી તાલુકાના સરતાનપર ગામ જવાના રસ્તા પાસેથી નેશનલ હાઈવે રોડ પરથી પસાર થતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂ અને બીયર મળી આવતા પોલીસે બે આરોપીને ઝડપી લઈને ૮ લાખથી વધુની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂબંધીના અમલ માટે સતત કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે સરતાનપર રોડ પર વોચ ગોઠવી હતી અને સર્તનપર ગામ જવાના રસ્તે નેશનલ હાઈવે પરથી ટ્રક ટ્રેઇલર આરજે ૩૬ જીએ ૪૦૭૯ વાળાને રોકી પાછળની ટ્રોલીમાં ચેક કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬ કીમત રૂ ૨૪,૯૦૦ અને બીયર નંગ ૨૪ કીમત રૂ ૨૪૦૦ મળી આવતા પોલીસે દારૂ-બીયર અને ટ્રક કીમત રૂ ૮ લાખ મળીને કુલ રૂ ૮,૨૭,૦૦ નો મુદામાલ કબજે લીધો છે
અને ટ્રકમાં સવાર ગુમાનસિંહ નૈનુંસિંહ ચૌહાણ અને રૂગનાથ હજારીલાલ ચૌધરી રહે બંને રાજસ્થાન વાળાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે