Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવતી તક્ષશિલા સંકુલની લોકનૃત્યની ટીમ

મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવતી તક્ષશિલા સંકુલની લોકનૃત્યની ટીમ
કલા મહાકુંભમા તક્ષશિલા સ્કુલનો ડંકો વાગ્યો
તાજેતરમાં મોરબી જિલ્લાનો કલા મહાકુંભ વાંકાનેર ખાતે યોજાઈ ગયો. જેમાં હળવદની તક્ષશિલા સંકુલે લોકનૃત્ય, સમૂહગીત, ચિત્રસ્પર્ધા તેમજ સમૂહગીત ગાયન સ્પર્ધામાં ચાડમિયા ક્રિષ્ના, કૈલા જૂલી, ભૂત માધવી, સથવારા ભૂમિ, નિમાવત હેતાંશી, સાકરિયા દિવ્યા , ઝેઝરિયા કિરણ, ડાભી દિક્ષિતાના ગ્રુપે ગુજરાતી સૌથી ન્યારા ગીત ગાઈને બીજો નંબર મેળવ્યો હતો.
જ્યારે એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પાત્ર ભજવી દેકાવડિયા કિશને ત્રીજો નંબર મેળવ્યો હતો. ચારણી સાહિત્યના વિવિધ દૂહા અને છંદ ગાઈને રામાનુજ જાનકીએ સૌને સોરઠની મેઘાણી સાહિત્યનું રસપાન કરાવ્યુ હતું. જ્યારે મારુનિયા નિયતિએ કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરી પોતાની કલાના કામણ પાથરી બીજો નંબર મેળવ્યો હતો. તો ધૂમર છે નખરાળી રે શબ્દોથી રાજસ્થાની ઘૂમર લોકનૃત્ય વેશપરિધાન સાથે રજૂ કરી સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર મેળવ્યા હતા. શાળાના સંગીત શિક્ષક ભાવેશ દલવાડી અને રાઠોડ દેવસરે અને જયંતિ સરે તમામ કૃતિઓ શીખવી હતી.હળવદની તક્ષશિલા શાળા જીલ્લા કક્ષાએ ચમકી ઉઠતા શાળામાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો અને આનંદની લાગણી ફેલાઈ હતી અને વિજેતા ઉમેદવારીઓને ચારેકોરથી અભિનંદન વર્ષાવ્યા હતા

संबंधित पोस्ट

મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને અકસ્માત નડ્યો 12 થી 15 જેટલા લોકો ઘાયલ

Gujarat Desk

અદાવત રાખીને હુમલો કરવા મામલે ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની ધરપકડ

Gujarat Desk

એકતા નગર ખાતે અંદાજીત રૂ. ૫૦ કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર નિર્માણ પામશે – મંત્રીશ્રીઋષિકેશ પટેલ

Gujarat Desk

અમદાવાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માગતી ટોળકી ઝડપાઈ

Gujarat Desk

આજ નું પંચાંગ (18/06/2025)

Gujarat Desk

ગુજરાતના નગરોમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી

Gujarat Desk
Translate »