Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આગામી તા. 10 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ

આગામી તા. 10 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ

 
આગામી તા. 10 ના રોજ વડાપ્રધાનશ્રીની મુલાકાતને અનુલક્ષીને.
 
ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલાએ ભરૂચ જિલ્લા ભાજપના મુખ્ય કાર્યકર્તાઓની બેઠક યોજી અને માર્ગદર્શન આપ્યું. મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ સ્થળ નિરીક્ષક કરીને સમીક્ષા બેઠક યોજી કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપવામાં આવી.
 
આગામી તા.૧૦ ઓકટોબર, સોમવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે આમોદ ખાતે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જેમાં મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ મંત્રીશ્રીએ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, જાહેરસભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી.
 
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ,આગેવાન કાર્યકર્તા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, નિવાસી અ કપધિક કલેકટર શ્રી એન આર ધાધલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

arvind kejriwal is going to be the president of india

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Karnavati 24 News

વર્ષ 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો જ કોરોનાની વેક્સિનનો ડોઝ લઈ શકશે

Karnavati 24 News

પાકિસ્તાની મીડિયાએ પણ આપી દીધી પીએમ શાહબાઝને સલાહ, ‘સમય છે, ભારત સાથે સંબંધો સુધારી લો’

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News

પીએમ મોદી અરુણ જેટલી મેમોરિયલ લેક્ચરમાં ભાગ લેશે, લોકોને સંબોધશે

Karnavati 24 News
Translate »