Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત ઈલેક્શન 2022 : વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના મેદાનમાં ઉતરશે ‘ગાંધી’ પરિવાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે 18 દિવસ બાકી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. રાજકીય પક્ષોએ તેમના મોટાભાગની બેઠક પરના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે હવે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ જગ જાહેર છે અને ટીકીટોને લઈને નારાજગી સામે આવી રહી છે. ગુજરાતમાં પહેલા તબક્કાના મતદાન માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

કોંગ્રેસ હજુ પણ અમુક બેઠકો પર નામ જાહેર કરવામાં મૂંઝવણમાં છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલેથી જ કોંગ્રેસ સુસ્ત નજર આવી રહી છે. આ દરમિયાન હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી પુરી થયા બાદ હવે કોંગ્રેસ જગૃત અવસ્થામાં આવીને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાતમા કોંગ્રેસ દ્વારા આગામી 15 દિવસમાં 25 જેટલી રેલીઓ કરીશે અને 125 વિધાનસભા બેઠકો પર પ્રચાર કરશે.  આ રેલીઓમાં પાર્ટીના નેતા અને કાર્યકરો પણ ભાગ લેશે.

ગુજરાત કોંગ્રેસના નજીકના અહેવાલ પ્રમાણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે આવશે. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી તેમજ ભૂપેશ બધેલ સહીતના નેતાઓ પણ આવનાર ચૂંટણી માટે સભાઓ ગજવશે. ગુજરાતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ખુબ જ આક્રમક રીતે પ્રચાર કર્યો હતો જેના લીધે કોંગ્રેસના ફાળે 99 બેઠકો મળી હતી. કોંગ્રેસનું સૌરાષ્ટ્રમાં પ્રદર્શન સારું  રહ્યું હતું. આ વખતે પણ કોંગ્રેસ વધુ બેઠકો જીતવાની રણનીતિ ઘડી રહી છે.

संबंधित पोस्ट

હિસારમાં ભાજપનું જૂથ એકઠું થયું: GJU માં CMની હાજરીમાં નાગરિક ચૂંટણીઓ પર મંથન; અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : ભાવનગરમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ

Admin

ભારત જોડો યાત્રા પછી, 26 જાન્યુઆરીથી કોંગ્રેસ શરુ કરશે હાથથી હાથ જોડો અભિયાન

Admin

કોંગ્રસના તીખા ચાબખા :- ભાજપ સરકાર અને તેના નેતા ઓ દ્વારા બુટલેગરોને છાવરવાના આક્ષેપો

Karnavati 24 News

રાજકોટ શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે કાર્યશાળા યોજવામાં આવી હતી

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના મહિલા નેતા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ, સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

Karnavati 24 News
Translate »