ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.pm નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે અમદાવાદ અને સુરતની મુલાકાત લેશે ત્યારે અમદાવાદમાં તેઓ નેશનલ ગેમ્સનો પ્રારંભ પણ કરાવશે જ્યારે સુરતમાં રૂ . 3400 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે .pm નરેદ્ર મોદી ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પણ કરશે.આગામી વિધાનસભા ચૂંટણી બીજેપી માટે પડકાર રૂપ દેખાઈ રહી છે ત્યારે આ વખતે ગુજરાત બીજેપી pm નરેદ્ર મોદીના સહારે ચાલતી હોય તેવું દેખાઇ રહ્યું છે.pm મોદીના ગુજરાત પ્રવાસમાં તેવો પાણી પુરવઠાનાં રૂ . 672 કરોડનાં કાર્યો , રૂ . 890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ , રૂ . 370 કરોડના ડ્રીમ સિટીનાં કાર્યો , રૂ . 139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર , હેરિટેજ રિસ્ટોરેશન , સિટી બસ , BRTS ઇન્ફ્રાસ્ટ્રક્ચર , ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં વિકાસકાર્યોનો ને લિલી ઝંડી આપશે.કેજરીવાલ અને મનીષ સીસોદીયા વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેના કારણે બીજેપીને ચૂંટણીમાં નુકસાન થવાની સંભાવનાઓ વધુ દેખાતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.કોંગ્રેસ પણ હવે પ્રિયંકા ગાંધીને ગુજરાતની ચૂંટણીમાં મેદાનમાં ઉતારવાની તૈયારી કરી દીધી છે.આ વખતની ચૂંટણી માં pm નરેદ્ર મોદી ,કેજરીવાલ અને પ્રિયંકા ગાંધી વચ્ચે ટક્કર જોવા મળશે
