Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજીબિઝનેસ

ફેસબુક કોઈ ગેરંટી વિના આપી રહ્યું છે 50 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન અરજી

લોન માટે શરત એ છે કે ઓછામાં ઓછા છેલ્લા 6 મહિનાથી મેટા અથવા ફેસબુકથી સંબંધિત કોઈપણ એપ સાથે જોડાયેલા હોવા જોઇએ અને તમારા વ્યવસાયની જાહેરાત કરી રહ્યાં હોવા જોઇએ.
આપણામાંથી મોટા ભાગના લોકો ફેસબુક (Facebook) નો ઉપયોગ કરતા હશે. આપણે ફોટો, વીડિયો અને વિચાર શેર કરવા માટે ફેસબુકનો ઉપયોગ કરીએ છીએ. જો તમને એ જાણ થાય કે ફેસબુક તમને વ્યાપાર વધારવા માટે લોન (Loans) પણ આપે છે તો ! તમને જાણીને કેવું લાગશે ? ફેસબુકે (Facebook) Small Business Loans Initiative લોન્ચ કર્યું છે. આ માટે તેણે Indifi સાથે ભાગીદારી કરી છે. અગાઉ ફેસબુકે માત્ર 200 શહેરોમાં લોન સેવા શરૂ કરી હતી અને હવે તેને 329 શહેરોમાં વિસ્તારવામાં આવી છે. લોન મેળવવા માટે કોઈ પ્રોસેસિંગ ફી પણ લેવામાં આવતી નથી. લોન માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

કેટલી લોન મળી શકે
ફેસબુક કે મેટા પોતે લોન આપતું નથી, પરંતુ Indifi કંપની દ્વારા લોન આપવામાં આવે છે. તેની મદદથી તમે 2 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. તમારે લોન માટે કંઈ ગીરવી રાખવાની જરૂર નથી. લોન પર 17 થી 20 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે. મહિલા સાહસિકોને વ્યાજ દર પર 0.2% નું ડિસ્કાઉન્ટ મળશે. એકવાર તમારી લોન મંજૂર થઈ ગયા પછી તમને માત્ર એક જ દિવસમાં પુષ્ટિ મળી જશે. બાકીના દસ્તાવેજો માત્ર 3 દિવસમાં કરવામાં આવશે.

કોણ લોન લઈ શકે છે
આ લોન માટે ફેસબુકે બે શરતો રાખી છે. પ્રથમ એ છે કે આ લોન માટે અરજી કરનાર વ્યક્તિનો વ્યવસાય તેના સર્વિસ નેટવર્ક સાથે ભારતીય શહેરમાં હોવો જોઈએ. બીજી શરત એ છે કે તમે ઓછામાં ઓછા છેલ્લા 6 મહિનાથી મેટા અથવા ફેસબુકથી સંબંધિત કોઈપણ એપ સાથે જોડાયેલા હોવા જોઇએ અને તમારા વ્યવસાયની જાહેરાત કરી રહ્યાં હોવા જોઇએ. આ પ્રોગ્રામ હેઠળ માત્ર નાના ઉદ્યોગ સાહસિકોને જ લોન મળશે.

આ રીતે અરજી કરો
લોન માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે તમારે Facebook Small Business Loans Initiative પેજ પર જવું પડશે. જ્યારે તમે Apply Now પર ક્લિક કરો છો, ત્યારે તમારી સામે એક ફોર્મ ખુલશે. તેના પર તમારે તમારા વ્યવસાય સંબંધિત કેટલીક વધુ અંગત માહિતી આપવી પડશે. તે વિનંતી કરેલ માહિતી ભરીને સબમિટ કરવાની રહેશે. જો તમને લોન માટે લાયક ગણવામાં આવે, તો કંપની તમારો સંપર્ક કરશે.

संबंधित पोस्ट

પેટ્રોલ-ડીઝલની નિકાસ પર એક્સાઇઝ ડ્યૂટી વધી, જાણો સામાન્ય જનતા પર તેની શું અસર થશે?

Karnavati 24 News

નાસાની નવી પહેલ: નાસા 54 લાખ રૂપિયા કમાવવાની ઓફર કરી રહ્યું છે,

Karnavati 24 News

ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓને વધુ એક ઝટકો, હવે આ ક્રિપ્ટો એક્સચેન્જ પર ટ્રેડિંગ કરાયું સસ્પેન્ડ

Karnavati 24 News

ટ્વિટરે મસ્ક સાથે અધિગ્રહણની લડાઈ વચ્ચે શેરધારકોને મત આપવા માટે તારીખ કરી નક્કી

Karnavati 24 News

Share Market : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત, Sensex 60 હજાર નીચે સરક્યો

Karnavati 24 News

રિલાયન્સ જિયો 749 રૂપિયામાં લાવ્યો આ મજબૂત પ્લાન, 90 દિવસ સુધી કરો અનલિમિટેડ કૉલ, રોજ મળશે 2 GB ડેટા

Karnavati 24 News