ભારતનું અત્યારસુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરી મુન્દ્રા પોર્ટે ઇતિહાસ રચ્યો છે. CMA CGM લાઈનનું સૌથી મોટું જહાજ APL રાફેલ આજરોજ મુન્દ્રા અદાણી પોર્ટે લાંગર્યું હતું. સિંગાપોર ફ્લેગ ધરાવતા રાફેલની લંબાઈ ૩૯૭.૮૮ મી. પહોળાઈ ૫૧ મી. અને ઊંચાઈ ૭૬.૨ મી. છે. ૨૦૧૩માં નિર્મિત આ જહાજ ૭૩,૮૫૨ ટનની વહનક્ષમતા ધરાવે છે અને એક સાથે ૧૭,૨૯૨ કન્ટેનર લઈ જઈ શકે છે. આટલા વિશાળ હોવાને કારણે રાફેલને લાંગરવા ૧૬ મીટર ઊંડા ડ્રાફ્ટની જરૂર પડે છે.