પોલીસ વિભાગના વિકાસ અને તેના પરિવારો માટે સુખાકારીનો નવો અધ્યાય લખતી રાજ્ય સરકાર !
▪️ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા રાજકોટ શહેરની માઉન્ટેડ પોલીસ લાઈન ખાતે બી કક્ષાના ૧૦૮ નવનિર્મિત પોલીસ આવાસોનું વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું.
▪️આ પ્રસંગે જામનગર રોડ ખાતેના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટીનલ્સ લેબ (CSL)નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.
▪️કુલ ૧૯૨૬.૫૬ લાખના ખર્ચે તૈયાર રાજકોટ પોલીસ લાઈનના ૧૦૮ અત્યાધુનિક આવાસો પોલીસ પરિવારોને રહેવા માટે ઉત્તમ સુવિધા અને વાતાવરણ પૂરું પાડશે.
▪️આ સાથે આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવીન સાયબર ક્રાઈમની સેન્ટીનલ્સ લેબ દ્વારા પોલીસ વધુ ઝડપથી અને ચોકસાઈથી કાર્ય કરીને પીડિતોની મદદ કરી શકશે.
▪️પોલીસની માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા તેમજ તેમની સુખાકારીમાં વધારો કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.