ચાહકો ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજની રાહ જોઈ રહ્યા છે. જો કે, આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. કરણી સેના ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહી છે.
Akshay Kumar અને મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરની (Manushi Chillar) ફિલ્મ પૃથ્વીરાજને લઈને ચાલી રહેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અક્ષય જ્યાં આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. સાથે જ કરણી સેનાની માંગ છે કે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ. વાસ્તવમાં, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે કેન્દ્ર સરકારને પૂછ્યું કે શું સેન્સર બોર્ડે ફિલ્મ પૃથ્વીરાજની રિલીઝને લઈને કોઈ પ્રમાણપત્ર આપ્યું છે. કોર્ટનો આ આદેશ કરણી સેનાની પીઆઈએલ પર આવ્યો છે જેમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી.
કોર્ટે હવે આ મામલે સુનાવણી 2 ફેબ્રુઆરીએ રાખી છે. કરણી સેનાના ઉપાધ્યક્ષ સંગીતા સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ એનકે જોહરીએ આ આદેશ આપ્યો હતો.
અરજીમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે કારણ કે તેમનો દાવો છે કે ફિલ્મમાં પૃથ્વીરાજની ખોટી અને અભદ્ર છબી બતાવવામાં આવી રહી છે. જેના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અરજદારોનું એમ પણ કહેવું છે કે ફિલ્મનો પ્રિવ્યૂ દર્શાવે છે કે તે વિવાદાસ્પદ હશે. હવે જોઈએ કે આગામી સુનાવણીમાં ફિલ્મને લઈને શું નિર્ણય આવશે.
આપને જણાવી દઈએ કે કરણી સેના પહેલા પણ ઘણી બોલિવૂડ ફિલ્મ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી ચૂકી છે. આ પહેલા કરણી સેનાએ દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ પદ્માવતને લઈને ઘણો વિરોધ કર્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું હતું અને કરણી સેનાએ ફિલ્મના રિલીઝના દિવસે દરેક થિયેટરની બહાર પ્રદર્શન કર્યું હતું. ફિલ્મ પૃથ્વીરાજની વાત કરીએ તો અક્ષય કુમાર સાથે માનુષી છિલ્લર લીડ રોલમાં જોવા મળશે. માનુષી આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે.
ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ટીઝર રિલીઝ દરમિયાન અક્ષયે કહ્યું હતું કે, ‘પૃથ્વીરાજ એક લિજેન્ડ હતા. તે આપણા દેશના સૌથી નીડર અને મહાન રાજા હતા. અમે તેમના જીવનને યોગ્ય રીતે બતાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે અને આશા છે કે બધા દર્શકોને તે ગમશે. હું તમને બધાને ફિલ્મ બતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું તેમના વિશે જેટલું વધુ વાંચું છું, તેટલું જ હું તેમનો પ્રશંસક બન્યો છું.
યશ રાજ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે. આ ફિલ્મ અગાઉ આ વર્ષે 21 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.