Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

સરકાર વિરુદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વીટર, લગાવ્યો માનહાનીનો આરોપ, જાણો સમગ્ર મામલો

ટ્વિટરે ભારત સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર્યો છે. પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ હટાવવાના આદેશ સામે ટ્વિટર કોર્ટમાં પહોંચ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ટ્વિટર કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચી ગયું છે. આ મામલાને લગતા એક સૂત્રએ જણાવ્યું છે કે ટ્વિટર ભારત સરકારના કેટલાક આદેશને જે પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ હટાવવાનો હતો તેને રિવર્સ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કાનૂની પડકારમાં ટ્વિટરે સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ભારત સરકાર સાથે વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને અમેરિકન સોશિયલ મીડિયા કંપની કાયદાકીય સહારો લેવાનો પ્રયાસ કરી રહી છે.

તાજેતરમાં જ સરકારે ટ્વિટરને ચેતવણી આપી હતી. IT મંત્રાલયે આદેશોની અવગણના કરવા બદલ ટ્વિટર સામે ફોજદારી કાર્યવાહીની ચેતવણી આપી હતી.

સરકારે શું આપી હતી ચેતવણી?

આ માટે ટ્વિટરને 4 જુલાઈ સુધીની તક આપવામાં આવી હતી. ખરેખર IT મંત્રાલયે ટ્વિટરને નવા IT નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું. આદેશનું પાલન ન કરવાના કેસમાં ટ્વિટરને તમામ લાભો અને છુટ જે સરકાર તરફથી મળવાની હતી બંધ કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

આદેશોની સતત અવગણનાને કારણે મંત્રાલયે આ નિર્ણય લીધો હતો. તાજેતરમાં જ ભારતીય સત્તાવાળાઓએ ટ્વિટરને પ્લેટફોર્મ પરથી ભારત વિરોધી સામગ્રી હટાવવા માટે કહ્યું હતું.

કઈ દેશ વિરોધી સામગ્રી છે ?

ટ્વીટરમાં કેટલાક ખાલિસ્તાનને સમર્થન આપતા એકાઉન્ટ છે. આ ઉપરાંત, સરકારે COVID-19 રોગચાળા વિશે ભારત વિરોધી માહિતી ફેલાવતી ટ્વિટ્સને દૂર કરવા કહ્યું હતું.સાથે અન્ય દેશ વિરોધી કન્ટેન દૂર કરવા ટ્વીટરને કહ્યું હતુ.. અહેવાલો અનુસાર, સરકારે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મને 6 જૂન અને 9 જૂને નોટિસ મોકલી હતી. સહકાર ન આપતા હોવાનું તેમાં જણાવ્યું હતું.

સરકારે ટ્વિટરને નવા આઈટી નિયમો અનુસાર કામ કરવા માટે 4 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો, જે હવે પૂર્ણ થઈ ગયો છે. આવી સ્થિતિમાં હવે ટ્વિટરે કાનૂની લડાઈ લડવાનો નિર્ણય લીધો છે. જો કે આ મામલે આઈટી મંત્રાલય દ્વારા હાલ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર અને ટ્વીટર વચ્ચેની લડાઈ ક્યાં સુધી પહોંચે છે, સાથે આ લડાઈથી એપ અને કસ્ટમરને કેટલું નુકસાન થાય છે.. એ તો આવનારો સમય જ બતાવશે.. હાલ આ કેસની સુનાવણી થોડા દિવસોમાં થશે.

संबंधित पोस्ट

ટેસ્લાના વાહનોમાં સલામતી સુવિધાઓમાં ખામી

Karnavati 24 News

એલોન મસ્કે ટ્વિટરને $ 41 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી, ટ્વિટરના શેરમાં આવ્યો તીવ્ર ઉછાળો

Karnavati 24 News

નાસાની નવી પહેલ: નાસા 54 લાખ રૂપિયા કમાવવાની ઓફર કરી રહ્યું છે,

Karnavati 24 News

Vodafone Idea ના જબરદસ્ત Plan એ ઉડાડી Jio, Airtel ની ઉંઘ! દરરોજ 1.5GB ડેટા સાથે અન્ય બેનિફિટ્સ

Karnavati 24 News

ફરી ચાઇનીઝ એપ પર તવાઈ : ટિકટોક જેવી એપ બાદ અન્ય 54 એપ પર બેન લગાવવામાં આવ્યો

Karnavati 24 News

સોશિયલ મીડિયા પ્રભાવકોએ સાવધાન, આ નિયમો તોડવા પર ભરવો પડશે 10 લાખ સુધીનો દંડ

Karnavati 24 News
Translate »