Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

OnePlus Nord Buds CE ના બજેટ ઇયરબડ્સ લોન્ચ, એક જ ચાર્જ પર 20 કલાક સુધી ચાલશે, જાણો કિંમત

OnePlus Nord Buds CE ઇયરબડ્સ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપની દાવો કરે છે કે વનપ્લસના આ ટ્રુ વાયરલેસ સ્ટીરિયો TWS ઇયરબડ્સ 20-કલાકની બેટરી લાઇફ સાથે આવે છે. આ ડિવાઇસને બે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આમાં કોલ માટે AI નોઈઝ કેન્સલેશનનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

OnePlus Nord Buds CE કિંમત અને સેલ

ભારતમાં OnePlus Nord Buds CEની કિંમત 2,299 રૂપિયા રાખવામાં આવી છે. જો કે આ એક શરૂઆતની કિંમત છે. ત્યાર પછી તેની કિંમત 2,699 રૂપિયા થશે. શરૂઆતની ઓફર કેટલો સમય ચાલશે તેની માહિતી હાલમાં આપવામાં આવી નથી. OnePlus Nord Buds CE ને મૂનલાઇટ વ્હાઇટ અને મિસ્ટી ગ્રે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તેનું વેચાણ 4 ઓગસ્ટથી શરૂ થશે. જે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ દ્વારા શરૂ કરવામાં આવશે.

OnePlus Nord Buds CE ના સ્પેશિફિકેશન

ઉપર જણાવ્યા મુજબ કંપની OnePlus Nord Buds CE વિશે દાવો કરે છે કે તેનું ચાર્જિંગ કેસ સાથે 20-કલાક સુધી ચાલે છે. જ્યારે કંપનીનું કહેવું છે કે Nord Buds CE TWS ઈયરફોન 10 મિનિટના ચાર્જ પર 81 મિનિટ સુધીનો પ્લેબેક સમય આપી શકે છે. દરેક ઇયરબડ 27mAh બેટરી પેક સાથે આવે છે જ્યારે ચાર્જિંગ કેસ 300mAh બેટરી પેક સાથે આવે છે. નવા OnePlus TWS ઇયરફોનમાં કોલ માટે AI નોઈઝ કેન્સલેશન ટેક્નોલોજી આપવામાં આવી છે. તે વોટર રસિસ્ટન્સ માટે IPX4 રેટિંગ ધરાવે છે. આ ડિવાઇસમાં 20Hz થી 20,000Hz ફ્રીક્વન્સી રિસ્પોન્સ સાથે 13.4mm ડાયનેમિક ડ્રાઇવર્સ છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ 5.2 સપોર્ટ આપવામાં આવ્યો છે. તે AAC અને SBC ઓડિયો ફોર્મેટને પણ સપોર્ટ કરે છે.

વનપ્લસના આ ડિવાઇસમાં ફાસ્ટ પેર ફીચર આપવામાં આવ્યું છે. જેની સાથે ઈયરબડને OnePlus સ્માર્ટફોન સાથે આસાનીથી કનેક્ટ કરી શકાય છે. ખરીદદારોને યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ કેબલ અને તેની સાથે નોર્ડ ઇમોજી સ્ટીકર પણ મળશે.

संबंधित पोस्ट

 રાજકોટ સહિત દેશભરમાં ઓપો મોબાઇલના ડીલર્સને ત્યા ITના દરોડા

Karnavati 24 News

ઈલેક્ટ્રિક સ્કૂટર આગનું કારણ: બેટરી કોષો, ડિઝાઈનની ખામીઓને કારણે બનેલી ઘટનાઓ; ઓલા અને ઓકિનાવાના સ્કૂટરમાં આગ

એરટેલમાં સર્વિસ ખોરવાઈ: યુઝર્સએ ગુસ્સે ભરાયા ટ્વીટર પર ટ્રોલ કરાયું એરટેલને

Karnavati 24 News

Hero Passion XTEC લૉન્ચઃ હવે આમાં રિયલ ટાઈમ માઈલેજ જાણી શકાશે, તમે બાઇક પર જ ફોન ચાર્જ કરી શકશો; કિંમત 74590 રૂપિયાથી શરૂ થાય છે

Karnavati 24 News

હવે ક્રેડિટ કાર્ડથી પણ કરી શકાશે UPI પેમેન્ટ, વધશે લોકોની સુવિધા

Karnavati 24 News

WhatsAppએ ભારતમાં 23 લાખ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ, આ છે કારણ, તમે પણ કરી શકો છો ફરિયાદ

Karnavati 24 News