ખેતીમાં રોજ-બરોજ નવી ટેકનોલોજી આવતી હોય છે નવી ટેકનોલોજીના ઘણા ફાયદાઓ છે તળાજા તાલુકાના ઘણા ગામોમાં ખેડૂતો એ પ્લાસ્ટિક મશીન ની સાથે પાકો તરફ ઝુકાવ વધ્યો છે જેમાં ખાસ તરબૂચ અને શાકભાજીના પાક નું વાવેતર કરે છે મલચિંગ મશીન ખેતી માટે ઉત્તમ પદ્ધતિ ગણી શકાય મલચિંગ થી નિંદામણ દવા અને ખાતરનો ખર્ચ ઘટાડી શકાય છે તેમજ પાણીની બચત કરી શકાય છે અને સારી ગુણવત્તા યુક્ત ખેત ઉત્પાદન વધારી શકાય છે પ્લાસ્ટિક મલચિંગ માં ખાસ જમીન પર પાથરવામાં મજૂરોની જરૂર પડે છે જેનો ખર્ચ પણ વધે છે અને ટેકનિકલ મજુરોની અછત હોવાથી મળવા મુશ્કેલ પડે છે આ પરિસ્થિતિમાં ખેડૂતો માં પ્લાસ્ટિક મશીન થી દુર રહેતા હતા આ સ્થિતિમાં બદલાવ માટે પીપરલા ના વિક્રમ ભાઈ દેસાઈ પાદરી ગામ ના અરવિંદભાઈ કાગડા અને ખેડૂત ગ્રુપ અને જીએસપીસી ટાટા ટ્રસ્ટ દ્વારા જલગાવ મહારાષ્ટ્ર થી પ્લાસ્ટિક મશીન ઓટોમેટીક મશીન લઇ આવ્યા છે જે મશીન ચલાવું ખૂબ જ આસાન છે તેમ જ ખર્ચ ખુબ જ ઓછો આવે છે.આ તળાજામાં પહેલું ઓટોમેટીક મશીન ખેડૂતોએ વસાવ્યું છે