બોર્ડર સિક્યોરિટી ફોર્સ એ જમ્મુ અને રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર નજરે પડેલા એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન પર ગોળીબાર કર્યો હતો. જેમાં આ અધિકારીઓના જણાવ્યા અનુસાર,ડ્રોનમાંથી શસ્ત્રો અથવા ડ્રગ્સ છોડવામાં ન આવે તે સુનિશ્ચિતકરવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ ડ્રોન આજે વહેલી સવારે બંને જગ્યાએ જોવા મળ્યા હતા.જેથી શંકા ના આધારે આ બંને ડ્રોન ને તોડી પડ્યા તેમજ બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, “સીમા સુરક્ષા દળના જવાનોએ ગઈકાલે રાત્રે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રોનની હલચન જોઈ હતી.
જેમાં બીએસએફની પેટ્રોલિંગ ટીમે ડ્રોન પર લગભગ ૧૮ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આ સર્ચ ઓપરેશન ચાલુ છે. તો પાકિસ્તાન હંમેશા આ વિસ્તારોમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે અને તે ડ્રોન દ્વારા દાણચોરી કે જાસૂસી પણ કરે છે. અહીંની આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રોન નજરે પડ્યા બાદ બીએસએફ એલર્ટ થઈ ગયું છે.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફોર્સના જવાનોએ ઉડતી શંકાસ્પદ વસ્તુ પર ગોળીબાર કર્યો જ્યારે તે સવારે લગભગ ૪:૧૦ વાગ્યે અરનિયાના નાગરિક વિસ્તારમાં પ્રવેશ્યો. પ્રવક્તાએ કહ્યું, “અરનિયાવિસ્તારમાં બીએસએફના જવાનોએ સવારે ૪:૧૦ વાગ્યે એક શંકાસ્પદ ડ્રોનનો અવાજ સાંભળ્યો. સૈનિકોએ અવાજની દિશામાં ગોળીબાર કર્યો. પોલીસની મદદથી વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ આગાઉ પણ આવી અનેક ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે .આનાથી અનેક વખત ઘૂસન ખોરીનો પણ પ્રયાસ થતો રહ્યો છે .

previous post