Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા શ્રી જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી



રઘુવંશી સમાજમાં ભારે આક્રોશની લાગણી, અંતે સ્વામીએ માફી માંગી

સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામી દ્વારા કરવામાં આવ્યું વાણીવિલાસ

(જી.એન.એસ) 3

સુરત,

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતે એક પ્રવચનમાં શ્રી જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ લોકો તરફથી મોટા પ્રમાણમાં રોષની લાગણી નો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને રઘુવંશી સમાજ દ્વારા આ સાધુના વાણીવિલાસ પર આકરા શાબ્દિક પ્રહારો થયા હતા.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રકાશ સ્વામીએ અમરોલીમાં આપેલા એક પ્રવચનમાં શ્રી જલારામ બાપા અને ગુણાતીત સ્વામી વચ્ચેના સંબંધો વિશે કેટલાક વિવાદાસ્પદ દાવા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વીરપુરનું અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે અને શ્રી જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે ગાઢ રીતે જોડાયેલો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીની લાંબા સમય સુધી સેવા કરી હતી, અને તેમને દાળ-બાટીનો પ્રસાદ પણ ખવડાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીના આશીર્વાદ લીધા હતા. આ નિવેદનોએ જલારામ બાપાના ભક્તો અને રઘુવંશી સમાજમાં ભારે રોષ જગાવ્યો હતો.

રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીની જાહેરમાં માફીની માંગ કરી હતી. વિવાદ વધતાં, જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે માફી માંગી હતી, અને તેમનો માફી માંગતો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, ‘સંત શિરોમણિ જલારામ બાપાને શત શત વંદન.. એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો તે જ કહી સંભળાવ્યો હતો. પરંતુ, આનાથી કોઈનું દિલ કે લાગણી દુભાણી હોય તો હું સાચા દિલથી માફી માગું છું.’

આ ઘટનાએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી અને સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

संबंधित पोस्ट

રાજ્યની દીકરીઓને અભ્યાસ કરવા માટે ચાલીને શાળાએ જવું ન પડે એ માટે અમલી કરેલી ‘સરસ્વતી સાધના યોજના’ લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ: મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

મહાશિવરાત્રીના મેળામાં લલનાઓને બોલાવી મુજરા કરાવાય છે, અખાડામાં દારુ પાર્ટીઓ થાય છે- મહેશગીરીનાબાપુએ હરિગીરી સામે કર્યા ચોંકાવનારા ખુલાસા

Gujarat Desk

રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન – સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે ૫.૬૫ લાખથી વધુ વસ્તી નોંધાઈ

Gujarat Desk

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ધંધુકા તાલુકામાં પાણીલક્ષી વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરાયું

Gujarat Desk

સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારખાના બાદ હવે ગોડાઉન ઝડપાયું; 1.84 કરોડનો મુદ્દામાલ કબ્જે

Gujarat Desk

નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ –  વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદમાં  ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા : રાજ્યપાલશ્રીએ અભિનંદન-શુભકામનાઓ પાઠવ્યા

Gujarat Desk
Translate »