Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

અમદાવાદમાં પત્નીને પતીને મારી ઘર પર કબ્જો જમાવતા પતીએ હાઈકોર્ટમાં કરી અરજી

અમદાવાદમાં હીંમતનગરમાં પત્નીએ પતીને માર મારતા, પતીએ તેની સામે ફરીયાદ નોંધાવવાની માંગ સાથે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અરજદાર પતીનો આક્ષેપ છે કે, તેની પત્નીએ તેને માર મારીને તેના ઘરમાં કબ્જો કરી લીધો છે. કેસની સુનવણી બાદ હાઈકોર્ટે અરજદારને નીર્દેશ આપ્યો છે. કે તેઓ સંબંધીત મેજીસ્ટ્રેટ સમક્ષ આ અંગે અરજી કરે છે.

સુનવણી દરમ્યાન અરજદારના વકીલની રજુઆત હતી કે, અરજદાર પતી અને પત્ની વચ્ચે વૈવાહીક જીવનના અણબનાવના લીધે તેઓ બંન્ને છેલ્લા 10 વર્ષથી અલગ રહેતા હતા. પત્ની તેના પીયરમાં અને પતી હીંમતનગરમાં રહેતો હતો. અચાનક 10 વર્ષ બાદ તેની પત્ની કેટલાક અસામાજીક તત્વો સાથે તેના ઘરે આવી અને તેને તથા તેના આન્ટીને  માર માર્યો અને તેમને ઘરમાંથી બહાર કાઢી મુકી. આ ઘટનાના પગલે તેના આન્ટીને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. હાલ તેમની પત્નીએ ઘર પર કબ્જો જમાવી દીધો છે. અરજદાર પતી પોલીસ પાસે મદદ માગી શકે તેમ નથી, કારણ કે, તેની સામેના કેસ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ કેસમાં એક મીત્રે મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ તેને પણ માર માર્યો છે.

ઘરના અસલી કાગળો આ ઘરમાં રહેલા છે જેથી તે લેવા માટે અંદર જવું પડે તેમ છે. આ ઘર અરજદાર પતીના માતાના નામ પર છે. હાઈકોર્ટે અરજદારના વકીલને સવાલ કર્યો કે, આ અરજી ગત વર્ષની છે અને સુનવણી માટે અત્યારે કેવી રીતે આવી ? આ સમયે, અરજદારના વકીલની રજૂઆત હતી કે, અરજી ગત વર્ષે ફાઈલ કરેલી છે. જો કે, સુનવણી માટે પહેલી વાર આવેલ છે. કેસ ભલે ગત વર્ષની હોય પરંતુ સ્થીતી તો આજે પણ આ જ છે. જેથી હાઈકોર્ટ જરૂરી નીર્દેશ આપે. જો કે, હાઈકોર્ટે આ વાત સ્વીકારી નથી.

संबंधित पोस्ट

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

અરવલ્લી જિલ્લાના 5 વિદ્યાર્થીઓ યુક્રેનમાં, પ્રાંત અધિકારીઓએ પરિવાર સાથે કરી વાતચીત

Karnavati 24 News

 દાહોદના અનાસ- રાછરડા ખાતે યોજાયુ ભગત સંમેલન યોજાયું

Karnavati 24 News

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News

સુરત-અમરેલી એરલાઇન્સનો નવા વર્ષથી પ્રારંભ

Karnavati 24 News

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News