1) Article Content: દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે ૧૪/૦૧/૨૦૨૨ ના રોજ આદિવાસી શૈક્ષણિક અભિયાન પ્રેરિત શિક્ષણ મંડળ દ્વારા ફ્રી કોચિંગ ક્લાસ તથા જયપાલસિંહ મુંડા લાઈબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કનુભાઈ અમલીયાર, કર્ણાવતી કે અમલીયાર, રાકેશભાઈ કે અમલીયાર, ટીનાબેન આર અમલીયાર તથા આદિવાસી શિક્ષણ મંડળ સાંપોઈના વડીલો, ભાઈઓ-બહેનોના સહિયારા પ્રયત્ન દ્વારા આ કોચિંગ ક્લાસ તથા લાઇબ્રેરીનું સુંદર આયોજન કરીને ફ્રીમાં કોચિંગ ક્લાસ અને લાઈબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સરપંચ, આદિવાસી શૈક્ષણિક અભિયાનના માર્ગદર્શકો તથા સમાજના વડીલો દ્વારા સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે સમાજ દરેક ક્ષેત્રે અગ્રેસર થાય તે વિષયને લઇ સૌએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. આં જાગૃતિ અભિયાન ગામે ગામ ચાલે તો આવનાર સમયમાં ખુબ સારા પરિણામો મળી શકે તે માટે સમાજના લોકોએ પ્રયત્ન કરવા જોઈએ તેવું પણ જણાવ્યું હતું.
previous post