Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસ: ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી



(જી.એન.એસ) તા. 10

અમદાવાદ,

મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ આપવાના કૌભાંડમાં ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે,જેમા અમદાવાદ, સુરત,બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે,16 જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરાયા છે જેમા સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે,અગાઉ એટીએસના અધિકારીઓ દ્વારા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતમાં બોગસ ડોકયુમેન્ટના આધારે ફેક હથિયાર લાયસન્સ મેળવીને રોલો પાડનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે, ખોટી રીતે લાયસન્સ મેળવીને હથિયાર મેળવનાર 16 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે, અમદાવાદ, સુરત, બોટાદામાં સૌથી વધારે ફેક લાયસન્સ બન્યા છે, અનિલ રાવલ, અર્જન ભરવાડ, જનક પટેલ, રમેશ ભોજા, વિરમ ભરવાડની પોલીસે ધરપકડ કરી છે. ખોટી રીતે અને ખોટા ડોકયુમેન્ટના આધારે ફેક લાયસન્સ બનાવવામાં આવ્યા હતા.આ તમામ હથિયારો નાગાલેન્ડથી મંગાવવામાં આવતા હતા અત્યાર સુધી કુલ 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ કૌંભાડ ફકત ગુજરાત પુરૂતું નહી પરંતુ ભારતના અન્ય જીલ્લાઓ સુધી ફેલાયેલું હોય તેવું પોલીસને લાગી રહ્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા નકલી લાઇસન્સ બનાવી આપનાર ગેંગના કુલ 7 આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસે થી 6 હથિયાર અને 135 રાઉન્ડ પણ કબ્જે કરવામાં આવ્યા હતા,આરોપીઓ હરિયાણાના સોકતઅલી છોટુ ખાન,ફારુખ અલી અને આસીફ નામના આરોપીઓ હરિયાણામાં ગન શોપ ધરાવે છે અને જે લોકો નાગાલેન્ડ અને મણિપુરથી નકલી લાઇસન્સ બનાવીને પોતાની ની દુકાનથી હથિયારનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.

संबंधित पोस्ट

બીટકોઈન આરોપી જીપીપીના ધારાસભ્ય નલીન કોટડીયાએ પટેલવાડી ખાતે એક સંમેલન બોલાવી માગ્યું જન સમર્થન

Admin

સુરત ના વરાછા ઝોન ઓફિસ ખાતે સોસાયટી રહીશો નો મોરચો

Karnavati 24 News

કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભા પરિસર ખાતે હાથમાં હથકડી પહેરી વિરોધ કર્યો

Gujarat Desk

ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 7, 600 લીટર વોશ જપ્ત કરાયો, 1 આરોપી ઝબ્બે

Admin

રાજ્યના સરકારી કર્મચારીઓ જો હેલ્મેટ વગર સરકારી કચેરીએ પહોંચ્યા તો કાર્યવાહી થશે: ડીજીપી વિકાસ સહાય

Gujarat Desk

ભરૂચમાં PSI હોવાનો રોફ જમાવી રૂપિયાની ઉઘરાણી કરનારા બે શખ્સો ઝડપાયા

Admin
Translate »