ઘણા લોકોનું માનવું છે કે, ડાઈટિંગ કરીને જ વજન ઘટાડી શકાય છે. જો તમે કેલેરીને ન ઘટાડો, સ્વાદ વગરનું જમવાનું ન ખાવ અને ખુદને ભૂખ્યા ન રાખો તો તમે ક્યારેય વજન નહીં ઘટાડી શકો. જો કે, આ હકીકત નથી. જો તમે નાની-નાની ચીજવસ્તુ પર ધ્યાન આપો તમારું વજન ઘટાડવું સરળ થઈ જશે. સારું અને હેલ્દી ખાવાનું જ વજન ઘટાડવા પાછળનો રાઝ જ છે. આજે તમે તમને જણાવીશું ડાઈટિંગ કર્યા વગર આ 7 રીતથી કેવી રીતે વજન ઘટાડવું.
પોષણથી ભરપૂર ડાયટ લોઃ
વજન ઘટાડવા માટેનું પહેલું પગલું છે ડાયટથી શરૂ થયા છે. જે પોષણથી ભરપૂર હોવું જોઈએ. શાકભાજી, ફળ, અનાજ અને મેવામાં પણ પોષણની માત્રા સારી હોય છે. તેમાં કેલેરી અને ખરાબ ફેટ્સની માત્રા ઓછી હોય છે. જે વજન ઓછું કરવામાં કામ આવે છે. સાથે જ તે કોલેસ્ટ્રોલના સ્તરને મેનેજ કરવામાં અને ટાઈપ-2 ડાયાબિટિઝ અને હદયની બિમારીના ખતરા સામે કામ કરે છે.
પ્રોસેસ્ડ ફૂડ્સથી દૂર રહોઃ
ખાવામાં જંક અને હાઈ પ્રોસેસ્ડ ફૂડ વજન વધારવામાં સૌથી મોટું કારણ બને છે. ત્યારે તમે જ્યારે વજન ઘટાડવાનું વિચારો છો ત્યારે તેમાં આ ચીજવસ્તુઓને ખાવાનું ટાળવું જ હિતાવહ છે. આ પ્રકારના ખાવામાં સોડિયમની માત્રા વધારે હોય છે. જે વજનને વધારવામાં, હદય અને કિડનીની સમસ્યાને વધારવાનું કામ કરે છે.
ખાંડ ખાવાનું ટાળોઃ
ખાંડમાં કેલેરી સિવાય બીજુ કંઈ જ નથી હોતું. તેમાં પોષણ શૂન્ય બરાબર હોય છે. ખાંડ તમારા શરીર માટે કોઈ પણ રીતે ફાયદાકારક નથી. ઉલટાનું નુકસાન પહોંચાડે છે. ખાંડથી શરીરમાં સોજો, ટાઈપ-2 ડાયાબિટિઝ, કેન્સરનો ખતરો વધી જાય છે. આ સાથે જ તમે સમયની પહેલાં વૃદ્ધ દેખાવા લાગો છે. જો તમે હેલ્દી લાઈફસ્ટાઈલ અપનાવવા માગો છો તો ખાંડને તમારા ડાયટમાંથી એકદમ જ કાઢી નાખો. તેની જગ્યાએ ગોળ, મદ કે સટેવિયાનો ઉપયોગ કરો.
પ્રોટીન ભરપૂર માત્રામાં લોઃ
માંસપેશિયોના નિર્માણ માટે પ્રાપ્ત માત્રામાં પ્રોટીનનું સેવન આવશ્યક છે. તમારા ભોજનમાં પ્રોટીનને સામેલ કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી અસ્વસ્થ ચીજવસ્તુ ખાવાથી બચો.
સારા ફેટ્સને સામેલ કરોઃ
મોટાભાગના લોકો ડાયટમાં ફેટ્સને સામેલ કરવાથી ડરે છે. કેમ કે, સામાન્ય રીતે એવી ધારણા છે કે તેનાથી વજન વધે છે. જો કે, હકીકત એ છે કે, જો તમે હેલ્દી ફેટ્સનું સેવન કરો છો તો તેનાથી વજન નથી વધતું. તે તમારા શરીરમાં ઈમ્યૂનીટી વધારે છે. સ્કિનને સારી બનાવે છે. અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
NEATની મદદ લોઃ
જો તમે જીમ નથી જઈ શકતા તો ફીકર નોટ. કેમ કે, તમે NEATને વધારીને વજન ઘટાડી શકો છો. NEATનો મતલબ છે non-exercise activity thermogenesis. જેમ કે, ઘરનો સામાન ખરીદવા જવું, ઘરને સાફ કરવું, કપડા ધોવા આ તમામ વસ્તુનો સમાવેશ થાય છે.