Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

વર્ષ 2021ના ઢળતા સૂર્ય અને 2022ના ઉગતા સૂર્યનો મનમોહક નજારો

જામનગરમાં 2021નો અંતિમ સૂર્યાસ્ત નભમાં સમાઈ જવાના અને નવી આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ સાથેના 2022ના વર્ષના સૂર્યોદયના મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે સૂર્યાસ્ત અને સૂર્યદયથી જાણે આકાશમાં ભાત ભાતની રંગોળી રચી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જીવનના ખટમીઠા સંભારણાઓ તેમજ નફા, નુકસાની, અમુક ઉપાડી અને સોનેરી યાદો સાથે 2021નું વર્ષ પસાર થઇ જતા તેના ઢળતા સૂર્યનો જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે નયનરમ્ય નજારો સર્જાયો હતો.શહેરીજનોએ પણ વર્ષના આખ૨ી દિવસ અને અંતિમ સૂર્યાસ્તનાં દર્શન કર્યા હતા. આ ઉપરાંત નવા સપનાઓ અને આશાઓ સાથે નવા વર્ષ 2022ના થનગનાટ સાથે વધાવ્યો હતો. જે સૂર્ય ઉદયનો પણ જામનગરના સાત રસ્તા સર્કલ અને રણમલ તળાવ ખાતે અદભુત નજારો સર્જાયો હતો.’આભમા ઉડે અબીલ ગુલાલ રે… સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ’…કાવ્યના શબ્દોની માફક આકાશમાં જાણે નવા આગમનને વધાવવા રંગોળીઓ કરી નૂતન વર્ષના વધામણા કરવામાં આવ્યા હોય તેવા સુંદ૨ દ્રશ્યો સર્જાયા હતા.

संबंधित पोस्ट

પાટણ યુનિવર્સિટીમાં મહિલાઓની જાતીય સતામણી વિષય પર એક દિવસીય સેમીનાર યોજાયો

Karnavati 24 News

ગુજરાત પ્રવાસ પર વધુ એક કેન્દ્રીય નેતાઃ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે છે

બિહારની 16 ટ્રેનોના રૂટ બદલાયા, 15 કેન્સલઃ બારહિયામાં ટ્રેક પર તંબુઓ પર બેસી ગ્રામજનો;

Karnavati 24 News

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

Karnavati 24 News

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

Admin

कपूरथला से नशे की हलात में वायरल लड़की की वीडियो ने कपूरथला पुलिस प्रशासन उठे सवाल

Admin