Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 ઓખાથી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે બે મહિના માટે દોડશે સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ 11મી જાન્યુઆરી, 2022 થી 22મી ફેબ્રુઆરી, 2022 સુધી ઓખા થી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે બે મહિના માટે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. શ્રી અભિનવ જેફ, સિનિયર ડીસીએમ, રાજકોટ ડિવિઝનના જણાવ્યા અનુસાર, વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નં. 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ દર મંગળવારે સવારે 10:00 વાગ્યે ઓખાથી ઉપડશે, તે જ દિવસે બપોરે 14:45 વાગ્યે રાજકોટ આવશે અને બીજા દિવસે સવારે 10:10 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 11 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લાથી દર બુધવારે બપોરે 13:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 9:00 કલાકે રાજકોટ અને બપોરે 13:50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 12 જાન્યુઆરી થી 23 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે. આ ટ્રેનો બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ જંકશન, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, મહેસાણા જંકશન, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર જંકશન, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, જયપુર, બાંદિકુઇ, અલવર અને રેવાડી સ્ટેશન પર સ્ટોપ કરશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેક્ધડ ક્લાસ સીટિંગના કોચ હશે. ટ્રેન નંબર 09523 માટે બુકિંગ 2 જાન્યુઆરી, 2022 થી પીઆરએસ કાઉન્ટર અને આઇ.આર.સી.ટી.સી. વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેન તરીકે વિશેષ ભાડા પર દોડશે. સ્ટોપેજ, ઓપરેટિંગ સમય, રચના, આવર્તન અને ટ્રેનના સંચાલનના દિવસો સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબ સાઈટની મુલાકાત લઈ શકે છે. પશ્ર્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

संबंधित पोस्ट

લીલી પરિક્રમામાં જોખમી રસ્તાઓનું ફરી યોગ્ય રીતે રીપેરીંગ કરવા સૂચના

Admin

ઉના સરકારી હોસ્પિટલમાં માં રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઇ હતી

Karnavati 24 News

 પાટણના જાયન્ટ્સ પરિવારે દાતાઓના સહયોગથી સુર્યાનગર શાળાના 250 બાળકોને સ્વેટર વિતરણ કર્યુ

Karnavati 24 News

જુનાગઢ જિલ્લામાં 4175 પોલિંગ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મતદાન

Admin

 હળવદના ચરાડવા નજીક એસટીના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મોત

Karnavati 24 News

અમદાવાદ વિધાનસભા વિસ્તારોમાં વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે જઈને પોસ્ટલ બેલેટ મતદાન કરાયું શરૂ

Admin