Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ? WHO માર્ગદર્શિકા શું કહે છે તે શોધો

ઘણા લોકોને ટેવ હોય છે કોઇ પણ વસ્તુમાં ઉપરથી મીઠું નાખીને ખાવાની. પરંતુ શુ તમે જાણો છો કે દિવસ દરમિયાન એક વ્યક્તિએ કેટલું મીઠું ખાવું જોઇએ
ઘણા લોકોને ટેવ હોય છે કોઇ પણ વસ્તુમાં ઉપરથી મીઠું નાખીને ખાવાની. પરંતુ શુ તમે જાણો છો કે દિવસ દરમિયાન એક વ્યક્તિએ કેટલું મીઠું ખાવું (How much salt Should Intake) જોઇએ. આપને જણાવી દઇએ કે મીઠું બે વસ્તુઓથી બને છે – સોડીયમ (Sodium) અને પોટેશિયમ (Potassium). વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization) અનુસાર, આપણે જે મીઠું ખાઇએ છીએ તેમાં મોટા ભાગે સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે પોટેશિયમનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. વિશ્વભરમાં સોડિયમના વધુ સેવનથી લાખો લોકો બ્લડ પ્રેશર (Blood pressure)નો શિકાર બને છે. જેથી હાર્ટ અટેક(Hearth Attack) અને સ્ટ્રોક (Stroke)નો ખતરો વધી જાય છે. WHO અનુસાર, મોટા ભાગના લોકો 9થી 12 ગ્રામ સુધી મીઠાનું રોજીંદા સેવન કરે છે, જેના કારણે વિશ્વભરમાં બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે.

ખોરાકમાં દરરોજ કેટલું મીઠું ખાવું જોઇએ તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા WHOએ એક કાર્યક્રમ બનાવ્યો છે. જે અંતર્ગત યૂનાઇટેડ નેશન્સ (United Nations)ના સભ્ય દેશોએ 2025 સુધીમાં મીઠાના ઈનટેકને અડધો કરવાનો નિર્ણય લીધો છે. જો આ ઉદ્દેશ્ય પૂર્ણ થાય છે તો વિશ્વ દર વર્ષે મીઠાના કારણે થતા 25 લાખ મોતને ઓછા કરી શકાય છે.
શું કહે છે WHO અને હાવર્ડ?

WHO મુજબ, પુખ્ત વ્યક્તિએ દરરોજ 4 ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ. જોકે મીઠું બે ઘટકો ધરાવે છે – સોડિયમ અને ક્લોરાઇડ. હાર્વર્ડ મેડિકલ જર્નલ અનુસાર, સામાન્ય મીઠામાં 40 ટકા સોડિયમ અને 60 ટકા ક્લોરાઇડ હોય છે. આપણને આમાંથી માત્ર 500 મિલિગ્રામ સોડિયમની જરૂર છે. વધુ પડતું સોડિયમ આપણા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. આનાથી બ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધશે. આ સાથે હાડકાંમાંથી કેલ્શિયમ લીક થવા લાગશે. અમેરિકામાં સામાન્ય રીતે લોકો દરરોજ 1.5 ચમચી મીઠું ખાય છે. તેમાં લગભગ 3400 મિલિગ્રામ સોડિયમ હોય છે. એટલે કે જરૂરિયાત કરતાં 7 ગણું વધારે. આપણા દેશના લોકો અમેરિકનો કરતાં વધુ મીઠું ખાય છે

રોજ કેટલું મીઠું ખાવું જોઇએ?

WHO અનુસાર, પુખ્ત વ્યક્તિએ દરરોજ 2 ગ્રામથી વધુ સોડિયમ ન ખાવું જોઈએ. મતલબ કે દરરોજ 5 ગ્રામથી વધુ મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જોકે યુએસ ડાયેટરી રેફરન્સે પણ અપર ઇન્ટેકનું લેવલ નક્કી કર્યું નથી. ખોરાકમાંથી સોડિયમની અપર લિમિટ દૈનિક 1500 મિલિગ્રામ જણાવવામાં આવી છે. જોકે, 2300 મિલિગ્રામથી વધુ સોડિયમનું સેવન જોખમી માનવામાં આવે છે.

વધુ મીઠું ખાવાથી ગંભીર સમસ્યાઓને નોતરું

કિડની લોહીમાંથી સોડિયમને ફિલ્ટર કરે છે. પરંતુ જ્યારે તેની ક્ષમતા કરતાં વધુ સોડિયમ લોહીમાં જાય છે, ત્યારે કિડની તેને ફિલ્ટર કરવામાં અસમર્થ બની જાય છે. સોડિયમના જમા થવાના કારણે શરીરને વધારાના પાણીની જરૂર પડે છે. લોહીમાંથી સોડિયમ દૂર કરવા માટે હૃદયને ઉચ્ચ દબાણ હેઠળ કામ કરવું પડે છે. વધારાના દબાણ સાથે હૃદયના કામને કારણે, બ્લડ પ્રેશર ઊંચું થઈ જાય છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.

संबंधित पोस्ट

त्वचा के कालेपन को दूर करने के लिए रोजाना सोने पहले यह चीज लगाएं

Admin

માંસ અને ઇંડા પસંદ નથી? તો પ્રોટીન મેળવવા માટે આ 5 શાકભાજી ખાઓ.

Karnavati 24 News

પોરબંદર શહેર અને જિલ્લામાં કયાંય વ્યસન કે નશાનું પ્રમાણ વધારે હોય તો નશાબંધી ખાતાને તાત્કાલિક જાણ કરવી

Karnavati 24 News

બહાર મળે તેવી સ્વાદિષ્ટ ને સોફ્ટ તલની ગજક ઘરે બનાવવાની રેસીપી

Admin

બાળકના શરીર પરના અણગમતા વાળ દૂર કરવા ઘરે બનાવો આ પેસ્ટ, મળી જશે તરત રિઝલ્ટ

Karnavati 24 News

ભોજન કર્યા પછી જરૂર ખાઓ આ 2 વસ્તુઓ, રોગોથી રહેશે સુરક્ષિત.

Karnavati 24 News