Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

શું તમે વધતા વજનથી પરેશાન છો? આ ઉપાયથી પેટની ચરબી એક ચપટીમાં ઓગળી જશે

લીમડાના ઉકાળાના સેવનથી મેટાબોલિઝમ વધે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. જેના કારણે વજન પણ ધીમે-ધીમે ઘટવા લાગે છે.
કોરોના મહામારીના કારણે લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમના કારણે લોકોને મોટા ભાગનો સમય ઘરમાં વિતાવવો પડ્યો હતો. જેના કારણે અનેક લોકો વજન વધવા (Weight Gain)ની સમસ્યાથી પરેશાન બન્યા છે. પરંતુ તમે અમુક ઘરેલું ઉપાયો (Home Remedies for Weight Loss) અજમાવીને તમારી આ સમસ્યાને દૂર કરી શકો છો. આયુર્વેદમાં કડવા લીમડાના ઉપયોગથી અનેક બીમારીઓનો ઇલાજ કરવાની રીતો જણાવવામાં આવી છે. ત્વચાના કોઇ પણ સમસ્યા હોય તો તમે લીમડાના પાનનો રસ પીને તેને દૂર કરી શકો છો. આમ કડવા લીમડાના અનેક મીઠા ફાયદાઓ અને ઔષધિય ગુણો છે.

લીમડાના પાનમાંથી બનાવેલ આ ઉકાળો(Neem Kadha) કિડની અને લીવરને લગતી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. વાસ્તવમાં લીમડામાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ સિવાય તમે લીમડાનું સેવન કરીને પણ વજન ઘટાડી (Weight Loss) શકો છો. લીમડાના ઉકાળાના સેવનથી મેટાબોલિઝમ વધે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. જેના કારણે વજન પણ ધીમે-ધીમે ઘટવા લાગે છે.

લીમડાનો ઉકાળો

લીમડાનો ઉકાળો બનાવવાની રીત- લીમડાનો ઉકાળો બનાવવા માટે તમારે લીમડાના પાન, આદુ, મધ, લીંબુનો રસ, કાળા મરી અને પાણીની જરૂર પડશે. સૌ પ્રથમ લીમડાનો ઉકાળો બનાવવા માટે લીમડાના કેટલાક તાજા પાન લઇને તેને સારી રીતે સાફ કરો. હવે બેથી ત્રણ ગ્લાસ પાણી લો અને ગેસ પર ઉકળવા માટે રાખો. પાણી ઉકળે એટલે તેમાં લીમડાના પાન નાખો. હવે લીમડાના પાનને સારી રીતે ઉકળવા દો. તમારા સ્વાદ અનુસાર આદુ અને પીસેલા કાળા મરી ઉમેરો. પાણી ઓછું થાય એટલે ગેસ બંધ કરીને ગાળી લો. તેને એક ગ્લાસમાં લો અને તેમાં સ્વાદ અનુસાર લીંબુનો રસ અને મધ ઉમેરો. લીમડાનો ઉકાળો તૈયાર છે.

કઇ રીતે કરવું સેવન?- આ ઉકાળો રોજ સવારે ખાલી પેટે પીવો. આ ઉકાળો પીધા પછી એક કલાક સુધી કંઈપણ ખાવું કે પીવું નહીં. તેને તાજો બનાવીને દરરોજ સેવન કરવું વધુ સારું રહેશે. 15 દિવસના સેવન પછી તમારું વજન ઓછું થવાનું શરૂ થશે. માત્ર લીમડાનો ઉકાળો પીવાથી વજન ઓછું કરવું શક્ય નથી, તમારે તમારી દિનચર્યામાં યોગ્ય આહાર અને કસરતનો પણ સમાવેશ કરવો જોઈએ.

संबंधित पोस्ट

त्वचा के कालेपन को दूर करने के लिए रोजाना सोने पहले यह चीज लगाएं

Admin

એક્સપાયરી ડેટ પછી પણ નથી ખરાબ આ વસ્તુઓ, જાણો કઈ કઈ વસ્તુઓ લિસ્ટમાં સામેલ છે

Karnavati 24 News

ચહેરો ક્યારેય નહીં દેખાઈ વૃદ્ધિ, બસ આ પાનનો કરો આ રીતે ઉપયોગ…

Karnavati 24 News

‘પોટલી સમોસા’ ક્યારે પણ ખાધા છે? જો ‘ના’ તો બનાવો આ રીતે ઘરે

Karnavati 24 News

બિહારના 28 જિલ્લાઓ ભઠ્ઠીની જેમ તપશેઃ સૂર્યપ્રકાશ સાથે ભેજવાળી ગરમી મુશ્કેલી સર્જશે, પારો 45ને પાર

Karnavati 24 News

Health Tips: બ્લડ પ્રેશરના દર્દીઓએ સામાન્ય મીઠું ન ખાવું, પરંતુ આ ગુલાબી મીઠું ખાઓ, બીપી રહેશે નિયંત્રણમાં

Karnavati 24 News