શેરબજારમાં બુધવારે ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 91 પોઈન્ટ ઘટીને 57,806 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 19 પોઈન્ટ ઘટીને 17,213 પર બંધ થયો હતો.
Share Market : બુધવારે ઘટાડા સાથે કારોબારની સમાપ્તિ બાદ આજે પણ ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ હતી. સેન્સેક્સ 51 અને નિફટી 12 અંકના ઘટાડા સાથે ખુલ્યા હતા. ગઈકાલે સેન્સેક્સ 57,806.49 ઉપર જયારે નિફટી 17,213.60 ની સપાટી ઉપર બંધ થયો હતો. બાદમાં રિકવરી સાથે સેન્સેક્સ 57,944 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો
વૈશ્વિક સંકેત મિશ્ર
ભારતીય શેરબજારમાં આજે વૈશ્વિક બજારના મિશ્ર સંકેત છે. આજે એશિયાઈ બજારોમાં કારોબારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ બુધવારે રેકોર્ડ બંધ થયા બાદ આજે ડાઉ ફ્યુચર્સ ફ્લેટ દેખાઈ રહ્યા છે. ડાઉ જોન્સ અને S&P 500 ઈન્ડેક્સ બુધવારે રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયા હતા. ડાઉ જોન્સ 90 પોઈન્ટ વધીને 36,488.63 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેકે 16 પોઈન્ટની નબળાઈ દર્શાવી હતી. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 7 પોઈન્ટ વધીને 4,793.06 પર બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી તેજીમાં છે. નિક્કી 225 અને સ્ટ્રેટ્સ ટાઇમ્સ લાલ નિશાનમાં છે. હેંગસેંગ પણ ઘટી રહ્યો છે જ્યારે કોસ્પી, તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કમ્પોઝીટમાં વધારો જોવા મળી રહ્યો છે.
શેરબજારની અગત્યની માહિતી
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન હેઠળ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનમાં 2.019 ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપનીમાં જીવન વીમા નિગમનો હિસ્સો 5.01 ટકાથી વધીને 7.03 ટકા થયો છે.
આરબીઆઈએ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવ્યું છે કે બેંકોની બેલેન્સ શીટ મજબૂત છે. તે જ સમયે, ઓમિક્રોને આર્થિક રિકવરીમાં મંદી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આજે ડિસેમ્બર ફ્યુચર્સ સિરીઝની સમાપ્તિ છે. આવતીકાલે જાન્યુઆરી સિરીઝથી, AB કેપિટલ, IDFC, GNFC, NBCC અને બલરામપુર સુગર સહિત 10 નવા સ્ટોક્સ F&O માં પ્રવેશ કરશે.
F&O હેઠળ NSE પર પ્રતિબંધ
આજે એટલે કે 30 ડિસેમ્બરે NSE પર F&O હેઠળ 3 શેરો પર ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે. આ 3 શેરોમાં Indiabulls Housing Finance, Vodafone Idea અને RBL Bankનો સમાવેશ થાય છે.
FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બુધવારે એટલે કે 29 ડિસેમ્બરે બજારમાં રૂ. 975.23 કરોડનું વેચાણ કર્યું છે બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ.1006.93 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે.
બુધવારે ઘટાડા સાથે કારોબાર બંધ થયો
શેરબજારમાં બુધવારે ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 91 પોઈન્ટ ઘટીને 57,806 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 19 પોઈન્ટ ઘટીને 17,213 પર બંધ થયો હતો. SBI અને ITCના શેર 1-1% તૂટ્યા હતા.